Gold Price Today, 10 March 2021: તહેવારો પહેલા સસ્તું થયું સોનું, આ વર્ષે 5200 રૂપિયા સુધી ઘટ્યા છે ભાવ

તહેવારો માટે સોનું ખરીદવા માંગતા હોવ તો તમારી પાસે શાનદાર તક છે. MCX પર સોના (Gold) નો એપ્રિલ વાયદો છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જ ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે એવું લાગ્યું કે સોનું 44,000 નું લેવલ તોડીને નીચે આવી જશે પરંતુ છેલ્લા કલાકોમાં ભારે ખરીદીના પગલે સોનું ગઈ કાલે 600 રૂપિયા વધુ ચડીને બંધ થયું. 
Gold Price Today, 10 March 2021: તહેવારો પહેલા સસ્તું થયું સોનું, આ વર્ષે 5200 રૂપિયા સુધી ઘટ્યા છે ભાવ

Gold, Silver Rate Update, 10 March 2021: તહેવારો માટે સોનું ખરીદવા માંગતા હોવ તો તમારી પાસે શાનદાર તક છે. MCX પર સોના (Gold) નો એપ્રિલ વાયદો છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જ ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે એવું લાગ્યું કે સોનું 44,000 નું લેવલ તોડીને નીચે આવી જશે પરંતુ છેલ્લા કલાકોમાં ભારે ખરીદીના પગલે સોનું ગઈ કાલે 600 રૂપિયા વધુ ચડીને બંધ થયું. 

વર્ષ 2021ની શરૂઆતમાં સોનું 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર હતું. આજે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 44750 રૂપિયા પર છે. એટલે કે 2 મહિના દરમિયાન જ સોનું 5250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તુ થઈ ચૂક્યું છે. સોનાએ પહેલા બે અઠવાડિયા અગાઉ 46,000 રૂપિયાની સપાટી તોડી, ગત અઠવાડિયે 45,000 ની સપાટીની અંદર ગયું અને હવે આજે 44000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આજુબાજુ વેપાર થઈ રહ્યો છે. શરાફા બજારમાં સોનુ આ વર્ષે અત્યાર સુધીમાં 5700 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ તૂટી ચૂક્યું છે. 

MCX Gold: કાલે સોનાનો MCX એપ્રિલ વાયદો 640 રૂપિયાની તેજી સાથે 44857 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. પરંતુ આજે હળવી સુસ્તી સાથે શરૂઆત થઈ છે. સોનું હજુ 100 રૂપિયાથી વધુ નબળાઈ સાથે 44750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. ગત અઠવાડિયે સોનું 683 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટીને બંધ થયું હતું. 

ગત અઠવાડિયે સોનાની ચાલ

દિવસ           સોનું (MCX એપ્રિલ વાયદો)

સોમવાર          45308/10 ગ્રામ
મંગળવાર        45548/10 ગ્રામ
બુધવાર           44948/10 ગ્રામ
ગુરુવાર           44541/10 ગ્રામ
શુક્રવાર           44683/10 ગ્રામ

સોનું ઉચ્ચતમ સ્તરથી 11,450 રૂપિયા સસ્તું
ગત વર્ષે કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખુબ રોકાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. ગત વર્ષ સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તરની સરખામણી કરીએ તો સોનું 25 ટકા સુધી તૂટી ચૂક્યું છે. સોનું MCX પર 44750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. એટલે કે લગભગ 11450 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. 

MCX Silver: MCX પર ચાંદીનો મે વાયદો પણ આખરી કલાકમાં ખુબ ચઢ્યો. ચાંદી ગઈ કાલે 1700 રૂપિયા મજબૂત થઈને 67480 રૂપિયા પર બંધ થઈ. ગઈ કાલે ચાંદીએ ઈન્ટ્રા ડે માં 65901 પર પહોંચી તો 67600ના ઈન્ટ્રા ડે હાઈને પણ સ્પર્શ કર્યો. આજે ચાંદીમાં 600 રૂપિયાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ચાંદીએ ગઈ કાલે મળેલી અડધી લીડ ગુમાવી છે અને એકવાર ફરીથી 67000ની નીચે ટ્રેડ કરી રહી છે. 

ગત અઠવાડિયે ચાંદીની ચાલ

દિવસ             ચાંદી (MCX- માર્ચ વાયદો) 

સોમવાર           67422/કિલો
મંગળવાર          67339/કિલો
બુધવાર            66113/કિલો
ગુરુવાર            65476/કિલો
શુક્રવાર            64370/કિલો 

ચાંદી પોતાના ઉચ્ચતમ સ્તરથી 13,100 રૂપિયા સસ્તી
ચાંદીનું અત્યાર સુધીમાં ઉચ્ચતમ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. એ હિસાબે ચાંદી પણ તેના ઉચ્ચતમ સ્તરથી 13100 રૂપિયા સસ્તી છે. આજે ચાંદીનો મે વાયદો 66880 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. 

શરાફા બજારમાં સોના-ચાંદી
IBJA ની વેબસાઈટ મુજબ મંગળવારે શરાફા બજારમાં 44644 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનું વેચાયું. જ્યારે સોમવારે રેટ 44519 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. એજ રીતે ચાંદીનો રેટ શરાફા બજારમાં ગઈ કાલે 66287 રૂપિયા પ્રતિ કિલો હતો. મંગળવારે 65473 રૂપિયા પ્રતિ કિલો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news