Gold-Silver Price Today: સોનાના ભાવમાં તેજી યથાવત, ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના રેટ
Gold Price Today: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે સોના અને ચાંદીની કિંમતમાં ફેરફાર થયો છે. આજે સોનાના ભાવમાં તેજી યથાવત રહી છે તો ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. વિદેશી બજારમાં પણ સોનું મોંઘુ થયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ બુધવારે સોના અને ચાંદીના નવા ભાવ જાહેર થઈ ગયા છે. આજે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી છે તો ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર વૈશ્વિક બજારોમાં તેજીના વલણ વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં બુધવારે સોનું 100 રૂપિયા વધી 63,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.
સોનાની કિંમતમાં આવી તેજી
આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. એમસીએક્સ પર વાયદા કારોબારમાં સોનાનો ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ 334 રૂપિયા ઉછળી 63359 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું વધારા સાથે 2067 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે.
એચડીએફસી સિક્યોરિટીઝમાં કોમોડિટાના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ કહ્યુ- વિદેશી બજારોમાં તેજીના ટ્રેન્ડ બાદ બુધવારે દિલ્હી સોની બજારમાં સોનાની કિંમતો 100 રૂપિયાની તેજીની સાથે 63850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહી છે.
મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસના કોમોડિટી રિસર્ચના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નવનીત દામાણીએ કહ્યું- સોફ્ટ ફુગાવાના ડેટાએ 2024 માં પ્રારંભિક વ્યાજ દરમાં ઘટાડો કરવા પર વધુ દાવ લગાવ્યો અને ડોલર ઇન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડ પર ભાર મૂક્યો હોવાથી સોનાના ભાવ ઉંચા જતા રહ્યા.
જાણો લેટેસ્ટ રેટ
ગુડ રિટર્ન વેબસાઇટ પ્રમાણે સોની બજારમાં સોનાની કિંમતો આ પ્રકારે છે.
દિલ્હીમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 64,360 છે.
મુંબઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,820 છે.
કોલકાતામાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,820 છે.
ચેન્નાઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 64,360 છે.
બેંગલુરુમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,820 છે.
હૈદરાબાદમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,820 છે.
ચંદીગઢમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,960 છે.
જયપુરમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,960 છે.
પટનામાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 63,860 રૂપિયા છે.
લખનૌમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 63,960 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે