Unclaimed Amount: નાણામંત્રીના નિર્ણયથી બેંક ગ્રાહકની બલ્લે-બલ્લે, આ લોકોને મળશે 35000 કરોડ
Unclaimed Amount in Banks: FM નિર્મલા સીતારમણની આગેવાની હેઠળની FSDCએ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં પડેલી અનક્લેઈમ અમાઉન્ટ લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાની વાત કરી હતી.
Trending Photos
FSDC Meeting: બદલાતા સમયની સાથે વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. એવામાં કેન્દ્રીય નાણાં વિભાગ પણ કેટલાંક નિયમોમાં બદલાવ કરી રહ્યું છે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC) દ્વારા ગ્રાહકોને બેંકોમાં પડેલી દાવા વગરની રકમ એટલેકે, અનક્લેઈમ અમાઉન્ટ પરત કરવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાની હેઠળની એફએસડીસીએ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં પડેલી દાવા વગરની રકમ સંબંધિત લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાની વાત કરી હતી. એફએસડીસીની બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપતાં આર્થિક બાબતોના સચિવ અજય સેઠે જણાવ્યું હતું કે, બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે બેંકોમાં જમા કરાયેલી અનક્લેઈમ અમાઉન્ટ સંબંધિત લોકો સુધી પહોંચાડવા માટે નિયમનકારોએ વિશેષ અભિયાન ચલાવવું જોઈએ.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની ભરતી
આ પણ ખાસ વાંચોઃ Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
આ પણ ખાસ વાંચોઃ 25 વર્ષ સુધી વિજળી વિના ચાલશે AC! અપનાવો આ સૌથી સરળ ટ્રિક
આ પણ ખાસ વાંચોઃ ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ
ખાસ ઝુંબેશ ચલાવવું-
આ ઉપરાંત, નાણાકીય ક્ષેત્રમાં, દાવા વગરના શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, વીમો વગેરે સંબંધિત વ્યક્તિઓ અથવા નોમિની સુધી પહોંચવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત જણાવવામાં આવી હતી. તેમણે કહ્યું, 'એ નોંધવામાં આવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં, સંબંધિત ક્ષેત્રના નિયમનકારો દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેથી દાવો ન કરાયેલ થાપણો, શેર અને ડિવિડન્ડ સંબંધિત લોકો સુધી પહોંચે. આ ઝુંબેશ ખાસ કરીને એવા કિસ્સામાં ચલાવવી જોઈએ કે જ્યાં ખાતામાં નામવાળી વ્યક્તિની વિગતો હોય પરંતુ સંબંધિત વ્યક્તિને તેની જાણ ન હોય.
આ પણ ખાસ વાંચોઃ Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આરબીઆઈને 35000 કરોડની રકમ ટ્રાન્સફર કરી-
શેઠે કહ્યું કે આ કામ યોગ્ય રીતે થશે. આવા કિસ્સાઓમાં, જ્યાં નામાંકિત વ્યક્તિની માહિતી જાણીતી નથી, ત્યાં નિયત પ્રક્રિયા મુજબ કામગીરી કરવામાં આવશે. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2023 સુધી, જાહેર ક્ષેત્રની બેંકોએ લગભગ 35,000 કરોડ રૂપિયાની અનક્લેઈમ અમાઉન્ટ રિઝર્વ બેંકને ટ્રાન્સફર કરી હતી. આ રકમ એવા ખાતાઓમાં જમા કરવામાં આવી હતી જેમાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો ન હતો. દાવા વગરની રકમ 10.24 કરોડ ખાતાઓ સાથે જોડાયેલી હતી.
આ પણ ખાસ વાંચોઃ લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો
આ પણ ખાસ વાંચોઃ મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આરબીઆઈએ ગયા મહિને કહ્યું હતું કે આનાથી સંબંધિત એક કેન્દ્રિય પોર્ટલ ત્રણ-ચાર મહિનામાં તૈયાર કરવામાં આવશે. આની મદદથી, થાપણદારો અને લાભાર્થીઓ વિવિધ બેંકોમાં પડેલી દાવા વગરની થાપણો વિશે માહિતી મેળવી શકે છે. FSDCની 27મી બેઠકમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ સહિત તમામ નાણાકીય ક્ષેત્રના નિયમનકારોએ હાજરી આપી હતી. 2023-24ના બજેટની રજૂઆત બાદ FSDCની આ પ્રથમ બેઠક હતી. શેઠે જણાવ્યું હતું કે બેઠકમાં નોંધ્યું હતું કે નાણાકીય સ્થિરતા જાળવવી એ આપણી મોટી જવાબદારી છે અને તમામ સભ્યો આ દિશામાં કામ કરશે.
આ પણ ખાસ વાંચોઃ ફ્રીજમાં મુકેલી ડુંગળી ખાતા ચેતી જજો! એવી બીમારી લાગશે કે ડોક્ટર પણ નહીં પકડે હાથ
આ પણ ખાસ વાંચોઃ ગરમીમાં ભારે પડી શકે છે કોફીનો શોખ! તમને પણ આદત હોય તો જાણી લો શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચોઃ તમે એક દિવસમાં કેટલી રોટલી ખાઓ છો? આનાથી વધુ રોટલી ખાધી તો શરીરની વાગી જશે બેન્ડ!
આ પણ ખાસ વાંચોઃ CURD: રોજ દહીં ખાતા લોકોને પણ નહીં ખબર હોય દહીં વિશેની આ વાત, શું તમને ખબર છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે