Facebook CEO Mark Zuckerberg સવારે ઉઠીને સૌથી પહેલાં કરે છે આ કામ, તમે પણ જાણો ડેઈલી રૂટીન

ફેસબુકના ફાઉન્ડર માર્ક ઈલિયોટ ઝુકરબર્ગ સૌથી સફળ સીઈઓ કહી શકાય. ત્યારે તે કઈ રીતે પોતાના જીવનમાં સફળતા હાંસલ કરી શક્યા છે. ત્યારે તમારે પણ જાણવા જેવી છે તેમની લાઈફ સ્ટાઈલ.

Facebook CEO Mark Zuckerberg સવારે ઉઠીને સૌથી પહેલાં કરે છે આ કામ, તમે પણ જાણો ડેઈલી રૂટીન

ન્યૂયોર્ક: ફેસબુકના ફાઉન્ડર માર્ક ઈલિયોટ ઝુકરબર્ગ સૌથી સફળ સીઈઓ છે. સફળ માણસની પાછળ તેની લાઈફ સ્ટાઈલનો પણ મહત્વનો રોલ હોય છે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની લાઈફ સ્ટાઈલ ઘણી નોર્મલ છે. માર્ક ઝુકરબર્ગનો જન્મ 14 મે 1984માં થયો હતો. ઝુકરબર્ગ ઘણા યંગ અને સફળ વ્યક્તિ છે. જોકે બીજી ટેક કંપનીઓના સીઈઓની જેમ તે સવારે વહેલા ઉઠતાં નથી. ઝુકરબર્ગની સવાર 8 કલાકે થાય છે એટલે કે તે સવારે 8 વાગે સૂઈને ઉઠે છે.

સવારે ઉઠીને પહેલું શું કામ કરે છે:
સવારે ઉઠ્યા પછી તે તરત પોતાના ફોન પર ફેસબુક, ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ ચેક કરે છે. આ વિશે તેમણે Jerry Seinfeld સાથે એક ફેસબુક લાઈવ પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું. મોર્નિંગ અપડેટ પછી તે વર્ક આઉટ કરે છે. જોકે તે રોજ વર્ક આઉટ કરતાં નથી. માર્ક ઝુકરબર્ગ અઠવાડિયામાં ત્રણ એક્સરસાઈઝ કરે છે. અનેક વખત તે પોતાના પાલતુ શ્વાનની સાથે વોક પર નીકળે છે.

નાસ્તામાં શું કરે છે ઝુકરબર્ગ:
માર્ક ઝુકરબર્ગ એક્સરસાઈઝ પૂરી થયા પછી બ્રેકફાસ્ટ કરે છે. બ્રેકફાસ્ટને લઈને તે વધારે પિકી નથી. તે ઈચ્છા અનુસાર બ્રેકફાસ્ટ કરે છે. તેમનું માનવું છે કે નાના-નાના ડિસીઝન પર વધારે સમય બગાડવો જોઈએ નહીં. આ કારણે તે લગભગ એક જેવાં જ કપડાં પહેરે છે. તેમનો વર્ક યૂનિફોર્મ જીન્સ, સ્નીકર્સ અને ગ્રે ટી-શર્ટ છે. વર્ષ 2014માં જ્યારે તેમને તેમના વોર્ડરોબ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઓડિયન્સને જણાવ્યું કે તે પોતાના જીવનને ક્લિયર રાખવા ઈચ્છીએ છીએ. જેથી તેમને ઓછામાં ઓછા નિર્ણય લેવા પડે. તે પોતાનું ફોકસ કમ્યુનિટીને બેસ્ટ સર્વ કરવામાં લગાવવા ઈચ્છીએ છીએ.

ફેસબુકને કેટલો સમય આપે છે ઝુકરબર્ગ:
ઝુકરબર્ગ વીકમાં 50થી 60 કલાક ફેસબુકને આપે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે સતત વિચારતા રહે છે. તેમણે CNNને જણાવ્યું કે તે સતત વિચારતા રહે છે કે દુનિયામાં કઈ રીતે કનેક્ટ થઈને કમ્યુનિટીને સારી સર્વિસ આપી શકાય. જ્યારે તે કામ કરતાં નથી ત્યારે ઝુકરબર્ગ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરે છે. તે મેન્ડરીન ચાઈનીઝ ભાષા શીખી રહ્યા છે. તે વધારેમાં વધારે પુસ્તકો વાંચે છે. વર્ષ 2015માં તેમણે પોતાની જાતને બે અઠવાડિયામાં નવી બુક પૂરી કરવાની ચેલેન્ઝ આપી હતી.

રૂટિનમાં શું કરે છે ઝુકરબર્ગ:
ઝુકરબર્ગનો ડેલી શેડ્યૂલ તેમના ટ્રાવેલિંગ પર નિર્ભર હોય છે. તેમની સતત અમેરિકાની યાત્રાને જોતાં અનેક લોકો માને છે કે તે આવનારા સમયમાં પોલિટિક્સમાં જઈ શકે છે. તે વર્ક કે ટ્રાવેલ કર્યા પછી પોતાની પત્ની અને પુત્રીની સાથે સમય પસાર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news