TATA નો આ શેર તમને અપાવી શકે છે ઘર, ગાડી અને 'સોનાની થાળી'

Tata Group: ટાટા કંપની એક ભરોસામંદ કંપની છે. શેર માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે ટાટા કંપનીના આ શેર પર પૈસા લગાવશો તો તમને મળી શકે છે તોતિંગ નફો. હાલ ટાટા ગ્રૂપની એક કંપનીએ મેળવ્યો છે બંપર પ્રોફિટ. જેને કારણે તેમાં જેણે રોકાણ કર્યું હશે તેમને પણ મળશે મોટો નફો.

TATA નો આ શેર તમને અપાવી શકે છે ઘર, ગાડી અને 'સોનાની થાળી'

Tata Power: બિઝનેસ સેક્ટરની વાત આવે ત્યારે ભારતમાં આમ તો અનેક કંપનીઓ છે. પણ વાત જ્યારે ટાટાની આવે ત્યારે પોતાના ગ્રાહકો પ્રત્યે તેની નિતિમત્તા અને ઈમાનદારીના તોલે બીજું કોઈ ના આવે. ત્યારે ટાટા ગ્રૂપની એક કંપનીએ હવે સારો નફો મેળવ્યો છે.

તો પ્રમોટર્સની સાથો સાથ તેના શેર જેની પાસે હશે એ તમામ રોકાણકારો એટલેકે શેર હોલ્ડર્સને પણ મોટો લાભ મળશે. તમારી પાસે પણ ટાટાનો શેર હોય તો તમારા માટે આ ઉજજ્વળ તક છે. જે તમને મસમોટો ફાયદો કરાવી શકે છે. 

ટાટાએ કરી તગડી કમાણીઃ
આ ટાટા કંપનીને બમ્પર પ્રોફિટ થયો, એક્સપર્ટે કહ્યું- શેરમાં પૈસા રોકો, તમને જંગી નફો થશે. અહીં વાત થઈ રહી છે પાવર સેક્ટની. વાત જ્યારે પાવર સેક્ટરની હોય તો ટાટા કઈ રીતે બાકી રહી શકે. ટાટા ગ્રૂપ ઓફ કંપનીની ટાટા પાવર કંપનીએ તગડી કમાણી કરીને અગાઉના રેકોર્ડ તોડી નાંખ્યાં છે. જેને સીધો લાભ ઈન્વેસ્ટર્સને પણ મળશે.

નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, કંપનીનો સંકલિત ચોખ્ખો નફો વધીને રેકોર્ડ રૂ. 4,280 કરોડ થયો, જે એક વર્ષ અગાઉ રૂ. 3,810 કરોડ હતો. કુલ આવક વધીને રૂ. 63,272.32 કરોડ થઈ, જે 2022-23માં રૂ. 56,547.10 કરોડ હતી.

કેટલી છે આ કંપનીના શેરની કિંમત?
ટાટા પાવરનો સંકલિત ચોખ્ખો નફો છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 1,046 કરોડ થયો છે. મુખ્યત્વે આવકમાં વધારો થવાને કારણે કંપનીનો નફો વધ્યો છે. કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે એક વર્ષ પહેલા વર્ષ 2022-23ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 939 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો થયો હતો.

ટાટા પાવરની કુલ આવક 2023-24ના ચોથા ક્વાર્ટરમાં વધીને રૂ. 16,463.94 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 13,325.30 કરોડ હતી. TATA POWER ના શેરની કિંમત હાલ 425 ની આસપાસ છે. આ ભાવમાં વધઘટ થતી રહે છે.

ચોખ્ખો નફો વધીને રૂ. 4280 કરોડ થયોઃ
સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, કંપનીનો સંકલિત ચોખ્ખો નફો વધીને રેકોર્ડ રૂ. 4,280 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ રૂ. 3,810 કરોડ હતો. કુલ આવક વધીને રૂ. 63,272.32 કરોડ થઈ, જે 2022-23માં રૂ. 56,547.10 કરોડ હતી. ટાટા પાવરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ 1ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર રૂ. 2 ના ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીએ ડિવિડન્ડની ચુકવણી માટે રેકોર્ડ તારીખ તરીકે 4 જુલાઈ, 2024 નક્કી કરી છે.

નવી તકોનો લાભ લેવા તૈયાર છે કંપનીઃ
ટાટા પાવરના CEO અને MD પ્રવીર સિન્હાએ કહ્યું, 'આપણી સ્વચ્છ ઊર્જા ઉત્પાદન ક્ષમતા નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં 15 GW સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે અમે સૌર, પવન અને પમ્પ્ડ હાઈડ્રોને જોડીને અમારા ગ્રાહકોને 24 કલાક રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ તેમણે કહ્યું કે જો પાવર ડિસ્ટ્રિબ્યુશન એરિયા ખાનગીકરણ માટે ખુલશે તો કંપની નવી તકોનો લાભ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સેક્ટર તૈયાર છે.

20000 કરોડની મૂડી ખર્ચવાની યોજનાઃ
બીજી તરફ, ટાટા પાવરે ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં રૂ. 20,000 કરોડના મૂડી ખર્ચનું આયોજન કર્યું છે. જે ગયા નાણાકીય વર્ષ કરતાં 66 ટકા વધુ છે. કંપની આ મૂડી ખર્ચ સાથે ઊર્જા સંક્રમણ સંબંધિત પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ત્રિમાસિક પરિણામો વિશે માહિતી આપતા, ટાટા પાવરના સીઈઓએ જણાવ્યું હતું કે માર્ચ 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2023-24માં મૂડી ખર્ચ લગભગ 12,000 કરોડ રૂપિયા હતો. તેમણે કહ્યું, 'આ વર્ષે અમે રૂ. 20,000 કરોડનો મૂડી ખર્ચ કરવાની યોજના બનાવીએ છીએ.

ટાટા પાવરના નફામાં થયો તગડો વધારોઃ
ટાટા પાવરના નફામાં વધારો થવા છતાં બુધવારે કંપનીનો શેર મામૂલી ઘટાડા સાથે રૂ. 435.45 પર બંધ થયો હતો. કંપનીની યોજના જાહેર થયા બાદ નિષ્ણાતોએ ટાટા પાવરના શેર હોલ્ડ કરવાની સલાહ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે રૂ.420નો સ્ટોપલોસ જાળવી રાખીને શેરને પકડી શકાય છે.

ટાટા ગ્રુપનો આ શેર રૂ. 465ના બ્રેકઆઉટ પર જઈ શકે છે. એકવાર તે આ સ્તરને પાર કરી લે તો તે રૂ. 490ના સ્તરને સ્પર્શી શકે છે. શેરનું 52 સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 201.75 અને ઉચ્ચ સ્તર રૂ. 464.30 છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news