EPFOના કરોડો સભ્યો માટે ખુશીના સમાચાર, થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર

EPFO ના સભ્યોને ફાયદો થાય તે માટે સરકાર ખાસ પ્લાન બનાવી રહી છે. સરકારનો ઉદ્દેશ ઈપીએફઓ સભ્યોને સ્થિર વ્યાજદર મળે તે માટેનો છે. સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી છે. 
 

  EPFOના કરોડો સભ્યો માટે ખુશીના સમાચાર, થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર

EPFO News: સરકારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કરોડો સભ્યો માટે ખુશીના સમાચાર છે. સરકાર EPFO ના 6.5 કરોડથી વધુ સભ્યો માટે સ્થિર વ્યાજ દર આપવા માટે 'વ્યાજ સ્થિરીકરણ રિઝર્વ ફંડ' (Interest Stabilisation Reserve Fund) બનાવવાની યોજના બનાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય પ્રોવિડેન્ટ ફંડ પર મળનાર રિટર્નને બજારના ઉતાર-ચઢાવથી બચાવવાનો છે. 

કઈ રીતે કામ કરશે આ ફંડ?
એક રિપોર્ટ અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલયે આ સંબંધમાં એક આંતરિક અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસના આધાર પર EPFO સભ્યોને તેના રોકાણ પર મળનાર રિટર્નથી અલગ એક સ્થિર વ્યાજ દર મળી શકશે. માનવામાં આવી રહ્યું છે કે આ પગલું બજારમાં ઉતાર-ચઢાવના પ્રભાવથી સભ્યોને બચાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે. 

ક્યારે લાગૂ થશે નવો નિયમ?
આ યોજના હજુ પ્રારંભિક તબક્કામાં છે.
જો EPFO ​​ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) તરફથી મંજૂરી મળે તો તેને 2026-27 સુધીમાં લાગુ કરી શકાય છે.
EPFOની આગામી બેઠક 28 ફેબ્રુઆરીએ મળવાની છે, જેમાં વ્યાજ દરો અંગે નિર્ણય લેવામાં આવશે.

EPFOના વ્યાજ દરોમાં વધઘટ
EPFOએ 2023-24માં વ્યાજ દર 8.25% નક્કી કર્યો હતો.
1952-53માં વ્યાજ દર 3% હતો, જે 1989-90માં 12% પર પહોંચ્યો હતો.
2021-22માં તે ઘટીને 8.1% થઈ ગયો, જે પછીથી વધીને 8.25% થયો.

એટીએમ દ્વારા EPFO ​​ખાતામાંથી ઉપાડ શક્ય છે
સરકાર ટૂંક સમયમાં EPFO ​​ખાતાધારકોને ATM સુવિધા આપવાનું આયોજન કરી રહી છે, જેના દ્વારા તેઓ તેમના PF ખાતામાંથી સીધા પૈસા ઉપાડી શકશે.

પીએમ એકાઉન્ટ માટે એટીએમની સુવિધા
જાન્યુઆરીની શરૂઆતમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO)ના સભ્યો એટીએમમાંથી તેમના પીએફ ખાતામાં જમા પૈસા ઉપાડી શકશે. આ માટે તેમને અલગ એટીએમ પણ આપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news