આ તારીખો નોંધી લેજો નહીં તો ડિસેમ્બરમાં પૈસા માટે મારવા પડશે ફાંફાં! 16 દિવસ બંધ રહેશે બેંક
થોડા દિવસો પછી, આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર (December 2021) શરૂ થશે. જો તમે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી ચોક્કસપણે તપાસો. આ મહિને 16 દિવસ બેંકો બંધ રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ થોડા દિવસો પછી, આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર (December 2021) શરૂ થશે. જો તમે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી ચોક્કસપણે તપાસો. આ મહિને 16 દિવસ બેંકો બંધ રહેશે.
16 દિવસ રહેશે બેન્ક બંધ-
આવતા મહિને, કુલ 16 દિવસની બેંક રજાઓ (November) હશે, જેમાં 4 રજાઓ રવિવારે છે. આમાંની ઘણી રજાઓ પણ સતત પડી રહી છે. આ મહિનામાં નાતાલનો તહેવાર આવે છે, જેની રજા દેશની લગભગ તમામ બેંકોમાં ઉજવવામાં આવે છે. જો કે, દરેક જગ્યાએ બેંકો 16 દિવસ સુધી બંધ રહેવાની નથી. કેટલીક રજાઓ સ્થાનિક હોવાને કારણે, બેંકો ચોક્કસ સ્થળોએ બંધ રહેશે.
આરબીઆઈએ જાહેર કર્યું લિસ્ટ-
આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. અહીં ડિસેમ્બર મહિના માટે આરબીઆઈની યાદીની સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે અને ક્યાં ખુલ્લી રહેશે. આના આધારે, તમારે તમારી બેંક સાથે સંબંધિત કામ તરત જ પતાવવું જોઈએ જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
ડિસેમ્બર 2021માં બેન્ક રજાઓ-
3 ડિસેમ્બર- ફેસ્ટ ઑફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર
5 ડિસેમ્બર- રવિવાર
11 ડિસેમ્બર- શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
12 ડિસેમ્બર- રવિવાર
18 ડિસેમ્બર- યુ સો સો થાની ડેથ એનીવર્સરી
19 ડિસેમ્બર- રવિવાર
24 ડિસેમ્બર- ક્રિસમસ ફેસ્ટિવલ (આઈજોલમાં બેન્ક બંધ)
25 ડિસેમ્બર- ક્રિસમસ (બેંગાલુરૂ અને ભુવનેશ્વરને છોડીને બધી જ જગ્યાએ બેન્ક બંધ)
26 ડિસેમ્બર- રવિવાર
27 ડિસેમ્બર- ક્રિસમસ સેલિબ્રેશન (આઈજોલમાં બેન્ક બંધ)
30 ડિસેમ્બર- યૂ કિયાંગ નૉન્ગબાહ (શિલોંગમાં બેન્ક બંધ)
31 ડિસેમ્બર- ન્યૂ ઈયર્સ ઈવ (આઈજોલમાં બેન્ક બંધ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે