આ વખતે રવિવારે પણ ખુલી રહેશે આ બેંકોની બ્રાંચ, RBI એ જાહેર કર્યો આદેશ

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મંગળવારે કહેવામાં આવ્યું છે કે સરકારી લેણદેણ કરનાર બધી બેંકોની બ્રાંચ આ રવિવારે એટલે કે 31 માર્ચના રોજ ખુલી રહેશે. કેંદ્વીય બેંકે આ વિશે સંબંધિત બેંકોને નિર્દેશ જાહેર કરી દીધો છે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ છે અને આ દિવસે રવિવાર છે. એવામાં સરકારી લેણદેણવાળી બેંક શાખાઓને ખુલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
આ વખતે રવિવારે પણ ખુલી રહેશે આ બેંકોની બ્રાંચ, RBI એ જાહેર કર્યો આદેશ

મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મંગળવારે કહેવામાં આવ્યું છે કે સરકારી લેણદેણ કરનાર બધી બેંકોની બ્રાંચ આ રવિવારે એટલે કે 31 માર્ચના રોજ ખુલી રહેશે. કેંદ્વીય બેંકે આ વિશે સંબંધિત બેંકોને નિર્દેશ જાહેર કરી દીધો છે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ છે અને આ દિવસે રવિવાર છે. એવામાં સરકારી લેણદેણવાળી બેંક શાખાઓને ખુલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

રિઝર્વ બેંકે જાહેર કર્યો સર્કુલર
રિઝર્વ બેંકે એક સર્કુલર જાહેર કરી કહ્યું છે કે ભારત સરકારે કહ્યું છે કે સરકારી પ્રાપ્તિઓ અને ચૂકવણી માટે 31 માર્ચ 2019ના રોજ તેના બધી પે એન્ડ એકાઉન્ટ કાર્યાલય ખુલા રહેશે. આ પ્રમાણે બધી એજન્સી બેંકોને સલાહ આપવામાં આવે છે કે સરકારી વ્યવસાય કરનાર બધી શાખાઓને રવિવારે 31 માર્ચ 2019ના રોજ ખુલી રાખવામાં આવે.

કેંદ્વીય બેંકે કહ્યું કે આ પ્રમાણે સરકારી લેણદેણ કરનાર બધા એજન્સી બેંકોની અધિકૃત શાખાઓને સરકારી લેણદેણ માટે 30 માર્ચ 2019ના રોજ સાંજે આઠ વાગ્યા સુધી અને 31 માર્ચ 2019ના રોજ સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે આરટીજીસ અને એનઇએફટી સહિત બધા પ્રકારના ઇલેક્ટ્રિનિક લેણદેણ પણ અને 31 માર્ચ 2019ના રોજ વધારેલા સમય મુજબ બેંકો ખુલ્લી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news