Bank Strike: આ તારીખે બેંકકર્મીઓ હડતાળ પર ઉતરશે, પતાવી દેજો જરૂરી કામ

AIBEA ના મહાસચિવ સી એચ વેંકટચલમે UFBU ની બેઠક બાદ કહ્યું કે તેમની માંગોમાં પેંશનર્સ માટે પેંશન યોજનામાં ફેરફાર અને તમામ બેંક કર્મચારીઓ માટે જૂની પેંશન યોજનાને બહાલ કરવી વગેરે સામેલ છે. AIBOC ની મહાસચિવ સૌમ્યા દત્તાએ જણાવ્યું કે દેશભરના લગભગ સાત લાખ કર્મચારી 27 જૂને હડતાળમાં સામેલ થશે. 

Bank Strike: આ તારીખે બેંકકર્મીઓ હડતાળ પર ઉતરશે, પતાવી દેજો જરૂરી કામ

સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ 27 મી જૂને એક દિવસની હડતાળ પર લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે એક દિવસની હડતાળ 2017 થી ભારતીય બેંક એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. સરકારનો અભિગમ ખૂબ જ અસંવેદનશીલ હોવાનો બેંક એમ્પ્લોયી એશોશીએશનનો દાવો બેંક કર્મચારીઓના પડતર માંગણીઓ 5 દિવસની બેંકિંગ અને શનિ રવી રજા નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનનું અપડેટ કરવું, નવી પેન્શન યોજના સ્ક્રેપ કરી જુની યોજના દાખલ કરવી ગુજરાતમાં 70000 બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરશે. હડતાળના દિવસે રાષ્ટ્રીયકૃત બેંકની તમામ શાખાઓ કામથી અળગી રહેશે. 

સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ આ મહિનાના અંતમાં હડતાળ પર જવાની ચેતાવણી આપી છે. એટલા માટે જો તમે બેકિંગ સાથે જોડાયેલા કામ ટાળી રહ્યા છો તો તેને તાત્કાલિક પતાવી દો. કર્મચારી સંગઠનોએ જણાવ્યું કે પોતાની માંગોને લઇને તે 27 જૂને હડતાળ પર જઇ શકે છે. કર્મચારીઓની માંગ છે કે અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને પેંશન સંબંધી મુદ્દાનું નિરાકરણ કરવામાં આવે. 

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત નવ બેંક યુનિયનોની સંયુક્ત સંસ્થા યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયને હડતાળ પર જવાનો ફેંસલો કર્યો છે. 

AIBEA ના મહાસચિવ સી એચ વેંકટચલમે UFBU ની બેઠક બાદ કહ્યું કે તેમની માંગોમાં પેંશનર્સ માટે પેંશન યોજનામાં ફેરફાર અને તમામ બેંક કર્મચારીઓ માટે જૂની પેંશન યોજનાને બહાલ કરવી વગેરે સામેલ છે. AIBOC ની મહાસચિવ સૌમ્યા દત્તાએ જણાવ્યું કે દેશભરના લગભગ સાત લાખ કર્મચારી 27 જૂને હડતાળમાં સામેલ થશે. 

જૂની પેંશન સ્કીમમાં નિવૃતિના સમયે કર્મચારીની બેસિક સેલરીની અડધી રકમ પેંશનના રૂપમાં આપવામાં આવે છે. આ ઉપરાંત પેંશન માટે કર્મચારીઓના વેતનમાંથી કોઇપણ કપાત કરવામાં આવતી નથી. સાથે જ 20 લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુટીની રકમ મળે છે. જૂની સ્કીમમાં જનરલ પ્રોવિડેંટ ફંડ એટલે કે GPF ની જોગવાઇ છે. 

નવી પેંશન સ્કીમમાં કર્મકહરીની બેસિક સેલરી અને ડીએ ના 10 ટકા ભાગ કપાય છે. તેમાં છ મહિના બાદ મળનાર ડીએની જોગવાઇ નથી. નિવૃતિ બાદ નિશ્વિત પેંશનની ગેરન્ટી પણ હોતી નથી. આ સ્કીમમાં નિવૃતિ પર પેંશન મેળવવા માટે એનપીએસ ફંડના 40 ટકા ભાગ રોકાણ કરવાનો હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news