VIBRANT GUJARAT 2019: નેધરલેન્ડ-ગુજરાતનો સંબંધ ગાઢ બન્યો, થશે આ 10 સમજૂતિના કરાર
ફૂડ, એગ્રી અને બાગાયત, સ્માર્ટ સીટીઝ, રિન્યુએબલ એનર્જી અને લોજીસ્ટીક્સ તથા મેરીટાઈમ ક્ષેત્રે દ્વિપક્ષી સંબંધોને વેગ આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે. નેધરલેન્ડઝ સતત ત્રીજી વખત વાયબ્રન્ટ ગુજરાતના પાર્ટનર કન્ટ્રી તરીકે સામેલ થઈ રહ્યું છે.
Trending Photos
અમદાવાદ: નેધરલેન્ડઝના નાણાં, કરવેરા અને કસ્ટમ્સ વિભાગના પ્રધાન શ્રી મેન્નો સ્નેલે ભારત ખાતેના નેધરલેન્ડના રાજદૂત એચ.ઈ. માર્ટીન વાન ડેન બર્ગની સાથે 54 સંસ્થાઓના (45 કંપનીઓ, 3 ટ્રેડ એસોસિએશન્સ અને 6 સરકારી એજન્સીઓ) 100 થી વધુ ડચ બિઝનેસ ડેલિગેટસ વાયબ્રન્ટ ગુજરાત 2019માં દ્વિપક્ષી સંબંધોને વેગ આપવા માટે શહેરમાં આવી પહોંચ્યા છે. જે ફૂડ, એગ્રી અને બાગાયત, સ્માર્ટ સીટીઝ, રિન્યુએબલ એનર્જી અને લોજીસ્ટીક્સ તથા મેરીટાઈમ ક્ષેત્રે દ્વિપક્ષી સંબંધોને વેગ આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે. નેધરલેન્ડઝ સતત ત્રીજી વખત વાયબ્રન્ટ ગુજરાતના પાર્ટનર કન્ટ્રી તરીકે સામેલ થઈ રહ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત 2019માં જેની પર હસ્તાક્ષર થનાર છે તે સમજૂતિના કરાર અંગે વાત કરતાં સ્નેલ જણાવે છે કે "અમે આ વર્ષે 10 સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કરવાનો ઈરાદો ધરાવીએ છીએ, જેમાં આજે 5 ઉપર હસ્તાક્ષર કરાયા છે. અમે સમજૂતિના બે કરાર સ્માર્ટ સીટીઝ સેક્ટર માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એક, મોબિલીટી મેનેજમેન્ટ અને બીજો વેસ્ટ ટુ એનર્જી માટે કર્યો છે. ત્રીજો સમજૂતિનો કરાર હેલ્થ કેર ક્ષેત્રે અને ચોથો અને પાંચમો કરાર કૃષિ ક્ષેત્રે સહયોગ માટે કર્યો છે( G2G MoUs). આ બંને કરાર ગુજરાત સરકાર સાથે કરાયા છે, જેમાં સેલાઈન ફાર્મીંગ અને અન્ય કરાર બાગાયત ક્ષેત્રે સુરક્ષિત પાક લેવા અંગેનો છે."
નેધરલેન્ડઝની કંપનીઓ, ભારતની કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ સરકારી વિભાગો અને સક્ષમ ભારતીય રોકાણકારો સાથે નવા બિઝનેસ સંપર્કો સ્થાપવા માટે આશાવાદી છે.
આ પ્રસંગે વાત કરતાં નેધરલેન્ડઝના ભારત ખાતેના રાજદૂત એચ.ઈ. માર્ટીન વાન ડેન બર્ગે જણાવ્યું હતું કે "નેધરલેન્ડઝ અને ભારત બંનેએ પર્યાવરણલક્ષી વિકાસના ધ્યેય (SDGs) ઉપર હસ્તાક્ષર કરેલા છે અને બંનેના કેટલાક આર્થિક- સામાજીક મુદ્દાઓ એક સરખા છે, જેમાં વેસ્ટ મેનેજમેન્ટ, કૃષિ અને આહાર સુરક્ષા અથવા હેલ્થ કેરનો સમાવેશ થાય છે. અમારો ઉદ્દેશ અને ઈરાદો બે દેશો વચ્ચે મજબૂત સહયોગ સ્થાપવાનો છે."
નેધરલેન્ડઝની કંપનીઓના ગુજરાત સાથે કામ કરવાના અનુભવ અંગે વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે "ગુજરાત મૂડી રોકાણો અને ચર્ચાઓ માટે ખૂલ્લુ મન ધરાવતું હોવાના કારણે અનુભવ વધુ સબળ બને છે. ગુજરાતમાં બિઝનેસ માટેના મૈત્રીપૂર્ણ વાતાવરણને કારણે આ અનુભવ વધુ બહેતર બની રહે છે."
વાયબ્રન્ટ ગુજરાતમાં ટોચના ક્ષેત્રોના પ્રતિનિધિત્વ ઉપરાંત આ સમીટમાં Pal-V નામની ડચ કંપની ભાગ લઈ રહી છે, જેણે વિશ્વની પ્રથમ ફ્લાઈંગ કારનું નિર્માણ કર્યું છે. Pal-V ના સીઈઓ શ્રી રોબર્ટ ડીંગેમાનસે જણાવે છે કે " Pal-V ની ફ્લાઈંગ કાર સૌ પ્રથમ વર્ષ 2018માં જીનિવા ખાતે રજૂ કરવામાં આવી હતી. અમે ભારતમાં તકો ચકાસવા માટે આવ્યા છીએ અને સરકારી તેમજ ખાનગી કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. આ કારનું ઉત્પાદન આગામી વર્ષે યુરોપમાં શરૂ થશે. આ કાર ટેક ઓફ્ફ માટે 200 મિનિટ અને જમીન પર ઉતરવા માટે 50 મિનિટ લે છે. તેના રૂટને પવન વડે શક્તિ પ્રાપ્ત થઈ છે."
નેધરલેન્ડઝ બિઝનેસ સપોર્ટ ઓફિસ, અમદાવાદના કમિશ્નર (ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ) અમલન બોરાએ જણાવ્યું હતું કે "અમને ટેકનોલોજી ટ્રાન્સફર, સંશોધન અને વિકાસ વગેરે ક્ષેત્રોમાં ઘણાં મૂડી રોકાણની ઈરાદાની અપેક્ષા છે. આ વર્ષે વેસ્ટ મેનેજમેન્ટ અંગે યોગ્ય ટેકનોલોજી તથા પર્યાવરણ સુરક્ષાની ખાત્રી માટે ટેક્સટાઈલ ક્ષેત્રે યોગ્ય ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ બંને ક્ષેત્રોમાં ડચ કંપનીઓ અદ્યતન ટેકનોલોજી લઈને આવી છે."
સમજૂતિના કરારો અંગે ટૂંકુ વર્ણનઃ
1. HyET Solar BV અને ગુજરાત સરકારનો ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગઃ
ઈરાદોઃ HyET Solar કંપની ગુજરાત રાજ્યમાં સોલર ફેબ્રીકેશન માટે ઉત્પાદન એકમ સ્થાપવામાં રસ ધરાવે છે.
સમજૂતિના કરારની વિગતઃ
હાલની નીતિઓ/ નિયમો મુજબ અને રાજ્ય સરકારના મૂડી રોકાણ માટેના નિયમો અનુસાર HyET ને જરૂરી મંજૂરીઓ/ રજીસ્ટ્રેશન/ ક્લિયરન્સ વગેરે મેળવવામાં ગુજરાત સરકારના સંબંધિત વિભાગો સહાયરૂપ બનશે.
2. ARS T & TT અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સીટી ગવર્નમેન્ટઃ
ઈરાદોઃ ટેકનિકલ સહયોગ અને વ્યાપક અનુભવને આધારે ARS T & TT ટ્રાફિક અને પરિવહન ક્ષેત્રે સહયોગની શક્યતા તપાસશે.
સમજૂતિના કરારની વિગતઃ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ARS T & TT સાથે મોબિલીટી પ્રોજેક્ટ માટે જાહેર ટેન્ડર ઈસ્યુ કરવાના ધોરણો નક્કી થશે, જેમાં ARS પણ બીડર બની શકે છે.
3. AWECT અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સીટી ગવર્નમેન્ટ
ઈરાદોઃ AWECT વડોદરા શહેરમાં અત્યંત કાર્યક્ષમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપવાની ઈચ્છા ધરાવે છે.
સમજૂતિના કરારની વિગતઃ
ગુજરાત સરકાર વર્તમાન નીતિ મુજબ મૂડી રોકાણમાં સુગમતા માટે HyET સોલરને જરૂરી મંજૂરીઓ/ રજીસ્ટ્રેશન/ ક્લિયરન્સ વગેરે મેળવવામાં ગુજરાત સરકારના સંબંધિત વિભાગો સહાયરૂપ બનશે.
વ્યૂહાત્મક ભાગીદારી અંગે સમજૂતિના કરાર
4. ફિલીપ્સ અને ગુજરાત સરકારઃ
વ્યૂહાત્મક ઈરાદોઃ ફિલીપ્સ ઈન્ડિયા લિમિટેડ હેલ્થ કેર ડિલીવરી ક્ષેત્રે PPP મારફતે ગુજરાતના તમામ જીલ્લાઓમાં રેડિયોલોજી અને કાર્ડિયોલોજી સેન્ટર સ્થાપવા માંગે છે.
5. હોલેન્ડ હોમ ઓફ વિન્ડ એનર્જી અને ગુજરાત સરકારઃ
વ્યૂહાત્મક ઈરાદોઃ પરસ્પર વિનિમયથી ગુજરાત અને નેધરલેન્ડઝ વચ્ચે ઔદ્યોગિક સંબંધો સ્થાપવામાં યોગદાન થશે અને ભારતની કંપનીઓ અને નૉલેજ ઈન્સ્ટીટ્યુશનને પ્લેટફોર્મ મળશે અને રિસર્ચ અને બિઝનેસ પાર્ટનરશીપ તથા કોમર્શિયલ બિઝનેસની તકો આગળ ધપાવી શકાશે.
6.G2G: નેધરલેન્ડઝ અને ગુજરાત સરકારઃ
વ્યૂહાત્મક ઈરાદોઃ સમજૂતિના બે કરાર થયા છે, જે બંને કૃષિ ક્ષેત્રે થયા છે. એક કરાર નેધરલેન્ડઝ દ્વારા ભારતને સેલાઈન ફાર્મીંગ ક્ષેત્રે સહયોગ અને ટેકનિકલ જાણકારી આપવા અંગેનો છે અને બીજો કરાર સુરક્ષિત બાગાયતી વાવણીમાં નિપુણતા અંગેનો છે.
7. G2G: નેધરલેન્ડઝ અને ગુજરાત સરકારઃ
વ્યૂહાત્મક ઈરાદોઃ સમજૂતિના બે કરાર થયા છે, જે બંને કૃષિ ક્ષેત્રે થયા છે. એક કરાર નેધરલેન્ડઝ દ્વારા ભારતને સેલાઈન ફાર્મીંગ ક્ષેત્રે સહયોગ અને ટેકનિકલ જાણકારી આપવા અંગેનો છે અને બીજો કરાર સુરક્ષિત બાગાયતી વાવણીમાં નિપુણતા અંગેનો છે.
8. પોર્ટ ઓફ આર્મસ્ટડમ અને જેએમબક્ષી તથા ગુજરાત સરકારઃ
વ્યૂહાત્મક ઈરાદોઃ ગુજરાત રાજ્યમાં ક્રૂઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ગુજરાત સરકાર મૂડી રોકાણ લાવશે, પોર્ટ ઓફ આર્મસ્ટડમ ટેકનિકલ જાણકારી આપશે તથા જેએમબક્ષી પોર્ટનું સંચાલન કરશે. પોર્ટ ઓફ આર્મસ્ટડમના હિસ્સા અંગે હજુ નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ સમજૂતિના કરાર મારફતે આગળ ધપવામાં આવશે.
9. ICCo અને ગુજરાત સરકારઃ
વ્યૂહાત્મક ઈરાદોઃ ICCo ગુજરાતમાં પર્યાવરણલક્ષી ખેતી અને આહાર સુરક્ષાના ક્ષેત્રે RKVY-RAFTAAR હેઠળ PPPIAD મારફતે રાજ્યના કેટલાક જીલ્લાઓમાં એગ્રી-વેલ્યુ ચેઈનનું માળખુ સ્થાપવા ઈચ્છે છે. ICCo વિવિધ સહયોગીઓ ધરાવતા મોડેલને અનુસરીને ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળ બજાર આધારિત પ્રોજેક્ટ હાથ ધરશે અને કૃષિ પધ્ધતિના તમામ ક્ષેત્રોને લાભ થાય તેવી સંપૂર્ણ વેલ્યુ ચેઈન સંકલિત કરવાની કામગીરી કરશે.
10. DyeCoo and ColourtTex :
વ્યૂહાત્મક ઈરાદોઃ ઈનોવેટીવ ડચ ટેક્સટાઈલ ઈક્વિપમેન્ટ કંપની DyeCoo એ ભારતની મોખરાની ડાઈંગ કંપની ColourtTex સાથે નવા બંધાતા સંબંધોના પ્રારંભ તરીકે સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. જેની મારફતે DyeCooની ભારતીય પ્રતિનિધિ તરીકે કામ કરીને ColourtTex ભારતમાં કામગીરી આગળ ધપાવશે.
આ કરાર માત્ર B2B સમજૂતિનો કરાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે