10 વર્ષની બાળકીએ માત્ર એક મહિનામાં કરી 1 કરોડથી વધુની કમાણી, જાણો કેવી રીતે
10 વર્ષની એક બાળકીએ પોતાનો રમકડાંના બિઝનેસ શરૂ કર્યો છે. આ બિઝનેસથી છેલ્લા 1 મહિનામાં 1 કરોડ 4 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તે એટલા પૈસા કમાઈ લે છે કે આરામથી 15 વર્ષની ઉંમરે પણ રિટાયરમેન્ટ લઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: સફળતા ઉંમરની મોહતાજ નથી. એક 10 વર્ષની બાળકીએ આ પંક્તિને સાચી પાડી છે. ખરેખર, એક 10 વર્ષની બાળકીનો પોતાનો રમકડાંનો બિઝનેસ છે. આ બાળકી રમકડાંંના ધંધામાં મહિને કરોડો રૂપિયા કમાય છે.
એક મહિનામાં કમાયા 1 કરોડ 4 લાખ રૂપિયાથી વધારે
સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ સત્ય છે. એક 10 વર્ષની બાળકી તેના રમકડાંના બિઝનેસથી એટલા રૂપિયાની કમાણી કરે છે કે તે આરામથી માત્ર 15 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટ લઈ શકે છે અને તેના સેવિંગ્સથી ભવિષ્યમાં વૈભવી જીવન જીવી શકે છે. પિક્સી કર્ટિસ (Pixie Curtis) નામની આ બાળકીએ તેની માતાની મદદથી આ બિઝનેસ શરૂ કર્યો છે. હેરાન કરનારી વાત એ છે કે, એક મહિનામાં જ પિક્સીએ 1 કરોડ 4 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરી છે.
10 વર્ષની ઉંમરમાં શરૂ કર્યો બિઝનેસ
મિરરમાં છપાયેલા એક સમાચાર અનુસાર, ઓસ્ટ્રેલિયાની રહેવાસી પિક્સી તેની માતા સાથે મળીને ફિઝેટ્સ અને રંગીન પોપિંગ રમકડાં બનાવે છે. તમને જણાવી દઈએ કે, આ રમકડાંની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તે મિનિટોમાં વેચાઈ જાય છે. એટલું જ નહીં, આ 10 વર્ષની બાળકી પિક્સીના નામ પર એક હેર એક્સેસરી બ્રાન્ડ પણ છે જે તેની માતા રોક્સીએ પોતે બનાવી છે. તેમાં ખુબ જ સ્ટાઇલિશ અને સુંદર હેડબેન્ડ્સ, ક્લિપ્સ અને અન્ય વસ્તુ છે.
દીકરીએ કર્યું સપનું સાકાર
રોક્સીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, મારા માટે જે સૌથી રોમાંચક મહેનતની ભાવના છે જે મારી દીકરી પાસે ખુબ જ નાની ઉંમરમાં છે. જ્યારે આ ટેલેન્ટ મારી અંદર ક્યારે પણ ન હતો. હું પણ સફળ થવા માંગું છું. પરંતુ મારી દીકરીએ આટલી નાની ઉંમરમાં બિઝનેસને સફળ બનાવી મારું સપનું પૂરું કર્યું છે.
રોક્સી કહે છે કે, જ્યારે તે ખુદ 14 વર્ષની હતી, તો તે સમયે તે મેકડોનલ્ડ્સમાં નોકરી કરતી હતી. પરંતુ ત્યાંથી તે એટલું જ કમાઈ શકતી હતી જેટલું એક નોકરીયાત વ્યક્તિ કમાઈ શકે છે. રોક્સીએ કહ્યું, મારી દીકરીના કારણે મને મહેનતુ બનવાનો મોકો મળ્યો અન ખુશીની વાત છે કે, મારી દીકરીને આ બધું નાની ઉંમરમાં જ મળ્યું જે મને હાલના સમયમાં મળી રહ્યું છે.
15 વર્ષની ઉંમરમાં લઈ શકે છે રિટાયરમેન્ટ
રોક્સીએ કહ્યું, અમે પિક્સી માટે એવું પ્લાનિંગ કર્યું છે કે, જો તે ઇચ્છે તો 15 વર્ષની ઉંમરમાં જ રિટાયરમેન્ટ લઈ શકે છે. પિક્સી અત્યારે સિડનીની એક પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સાથે જ બિઝનેસમાં સંભાળે છે. તમને જણાવી દઈએ કે આ નાની ઉંમરમાં પણ પિક્સી અને તેના ભાઈની પાસે એક કરોડ 40 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 માં રોક્સીના લગ્ન ઓલિવર સાથે થયા હતા. રોક્સીની પાસે અન્ય ઘણા સફળ બિઝનેસ છે. રોક્સી કહે છે કે તે સિડનીમાં તેના બાળકો અને પતિ ઓલિવર કર્ટિસ સાથે 49 કરોડ 75 લાખ રૂપિયાની શાનદાર હવેલીમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે