Mango Season: આ વખતે મનમુકીને ખાઓ કેરી, નહીં વધે ભાવ! જાણો આ રહ્યું સૌથી મોટું કારણ
ICAR: આ વખતે દક્ષિણ ભારત સિવાય દેશના અન્ય ભાગોમાં પણ કેરીના ઉત્પાદનમાં વધારો જોવા મળી શકે છે. આ વખતે પાકનું ઉત્પાદન વધીને 24 મિલિયન ટન થઈ શકે છે. ગયા વર્ષે તે 21 મિલિયન ટન હતું.
Trending Photos
Mango Farming: કેરી પકવતા ખેડૂતો પણ આ વખતે ખુશહાલ છે. તો કેરીના શોખીનોને પણ આ વખતે મોજ પડી જવાની છે. સિઝન શરૂ થાય તે પહેલા કેરીના શોખીનો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે, આ વખતે થશે બમ્પર ઉત્પાદન! જેને કારણે એક તરફ લોકો મનમુકીને કેરી ખાશે તો કેરી પકવતા ખેડૂતોનો ઢગલાબંધ સ્ટોક માર્કેટમાંથી ટપોટપ ઉપડશે અને આખી સિઝન સારી કમાણી થશે.
જ્યારે ઉત્પાદન ઓછું હોય છે ત્યારે શું થાય છેકે, થોડો સમય માટે ભાવ તો વધી જાય પણ ત્યાર બાદ ખેડૂતોને પણ એનાથી નુકસાની થશે. કારણકે, માલ ઓછો હોવાને કારણે ઉંચો ભાવ હોય છે અને ખરીદાર મળતા નથી અને ઘણીવાર કેરી ખરાબ થાય છે. જોકે, આ વખતે ચિંતા કરવાની જરૂર નથી આ વખતે કેરીનું મબલખ ઉત્પાદન થવાનું છે જેથી બધા ને ઓછા ભાવે મનમુકીને કેરી ખાવા મળશે. આ વખતે દક્ષિણ ભારત સિવાય દેશના અન્ય ભાગોમાં પણ કેરીના ઉત્પાદનમાં વધારો જોવા મળી શકે છે. આ વખતે પાકનું ઉત્પાદન વધીને 24 મિલિયન ટન થઈ શકે છે. ગયા વર્ષે તે 21 મિલિયન ટન હતું.
વાતાવરણની કઈ રીતે પાક પર પડે છે અસર?
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલ ઉનાળાની આગાહીમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતે ગરમીના મોજાનો કહેર વધુ ગંભીર બની શકે છે. તે સામાન્ય બેથી ચાર દિવસને બદલે 10-20 દિવસ સુધી ટકી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પના મોટાભાગના ભાગો, મધ્ય ભારત, પૂર્વીય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનો સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. દામોદરને કહ્યું, 'કેરીમાં ફૂલો (મંજર) દેખાવા એ ફળની સ્થાપનાની પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સાનુકૂળ હવામાનને કારણે કેરી પર ફૂલ આવવાનું લગભગ પૂર્ણ થઈ ગયું છે. પરાગનયન સામાન્ય છે અને ફળો બનવા લાગ્યા છે. સામાન્ય ગરમી ઉપજને અસર કરી શકતી નથી, પરંતુ આડકતરી રીતે પાકને મદદ કરશે.
કેરીનો પાક માર્કેટમાં આવવા તૈયારઃ
ઉનાળાની શરૂઆત સાથે, કેરીનો પાક પણ આગામી મહિનામાં આવવા માટે તૈયાર છે. કુલ વિસ્તારોમાં મે-જૂન મહિનામાં કેરીની સિઝન શરૂ થવાની ધારણા છે. ICAR સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચરના ડિરેક્ટર ટી દામોદરને જણાવ્યું હતું કે આ વર્ષે કેરીનું ઉત્પાદન 14 ટકા વધીને 24 મિલિયન ટન થવાની ધારણા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ એપ્રિલ-મે મહિનામાં ગરમીનું મોજું આવવાની શક્યતા હોવા છતાં કેરીના ઉત્પાદન પર તેની ખાસ અસર નહીં થાય. ખેડૂતોએ માત્ર મે મહિનામાં પાણીની કાળજી રાખવાની હોય છે જેથી વધુ પડતા ફળો ન પડી જાય.
આ વખતે થશે કેરીનો મબલખ પાકઃ
તેમણે કહ્યું કે કેરીના પાકની સંભાવનાઓ હજુ સારી છે. પાક વર્ષ 2023-24 (જુલાઈ-જૂન)માં કુલ ઉત્પાદન વધીને 24 મિલિયન ટન થઈ શકે છે, જ્યારે પાક વર્ષ 2022-23માં તે 21 મિલિયન ટન હતું. દક્ષિણ ભારતમાં કેરીનું ઉત્પાદન બમ્પર જોવા મળી રહ્યું છે, જે દેશના કુલ ઉત્પાદનમાં 50 ટકા યોગદાન આપે છે. ગયા વર્ષે, હવામાનની વિક્ષેપને કારણે દક્ષિણના રાજ્યોને 15 ટકા નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે આ વર્ષે સ્થિતિ સારી છે. કેરી ભારતનું મહત્વનું ફળ છે અને તેને 'ફળોનો રાજા' કહેવામાં આવે છે. ભારત એક મુખ્ય કેરી ઉત્પાદક દેશ છે, જે વિશ્વ ઉત્પાદનમાં લગભગ 42 ટકા ફાળો આપે છે. મબલખ પાકની આશા હોવાથી ભાવ પણ વધશે નહીં તે નક્કી છે.
દામોદરન અનુસાર, આબોહવા ફૂલો અને ફળોના ઉદભવમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો કે, સામાન્ય કરતાં વધુ ગરમ સ્થિતિમાં, ખેડૂતોએ સાવધાની રાખવાની અને હળવી સિંચાઈ કરીને જમીનની ભેજ જાળવી રાખવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. જેને કારણે ફળ પડવાનું ઘટે છે. તેમણે ખેડૂતોને ઉત્તરીય મેદાનોમાં કેરી ઉગાડતા વિસ્તારોમાં આક્રમક જીવાતો, ખાસ કરીને થ્રીપ્સના હુમલાથી સાવધ રહેવાની સલાહ આપી હતી. દામોદરને જણાવ્યું હતું કે ઘણા કેરીના બગીચાઓમાં થ્રીપ્સની વસ્તી અનેક ગણી વધી છે. તેના માટે પણ દવાઓનો છંટકાવ કરવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે