બ્રિટનમાં ક્રૃપાણ રાખી શકશે શીખ, નવા હથિયાર અંગેના કાયદાને મળી મંજુરી
બ્રિટનમાં ચાકુથી હુમલાના વધતા અપરાધને પહોંચી વળવા માટે લાવવામાં આવેલા એક નવા બિલને સંસદમાંથી મંજુરી બાદ આ અઠવાડીયે તેના પર મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પણ લીલી ઝંડી મળી ચુકી છે. વિધેયક (ઓફેંસિવ વીપંસ બિલ) માં ગત વર્ષના અંતમાં સંશોધન કર્યું હતું, જેથી તે સુનિશ્ચિત થઇ શકે કે આ કૃપાણ અથવા ધાર્મિક તલવાર રાખવા અને તેના પુરવઠ્ઠા માટે બ્રિટિશ શીખ સમુદાયનાં અધિકારીઓને પ્રભાવિત નહી કરે.
Trending Photos
લંડન : બ્રિટનમાં ચાકુથી હુમલાના વધતા અપરાધને પહોંચી વળવા માટે લાવવામાં આવેલા એક નવા બિલને સંસદમાંથી મંજુરી બાદ આ અઠવાડીયે તેના પર મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પણ લીલી ઝંડી મળી ચુકી છે. વિધેયક (ઓફેંસિવ વીપંસ બિલ) માં ગત વર્ષના અંતમાં સંશોધન કર્યું હતું, જેથી તે સુનિશ્ચિત થઇ શકે કે આ કૃપાણ અથવા ધાર્મિક તલવાર રાખવા અને તેના પુરવઠ્ઠા માટે બ્રિટિશ શીખ સમુદાયનાં અધિકારીઓને પ્રભાવિત નહી કરે.
બ્રિટિશ ગૃહ વિભાગનાં પ્રવક્તાએ જણાવ્યું, ક્રૃપાણના મુદ્દે અમે શીખ સમુદાયની સાથે નજીકથી વાતચીત કરી. પરિણામે અમે વિધેયકમાં સંશોધન કર્યું, જેથી તેઓ સુનિશ્ચિત થઇ શકે કે ધાર્મિક ઉદ્દેશ્ય માટે મોટી કૃપાણનો પુરવઠ્ઠો અને તેમને સાથે રાખવાની પરંપરા ચાલુ રાખી શકે છે.
ઇન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી બનો કરોડપતિ, કંપની કરી રહી છે 2 લાખ કરોડનું રોકાણ
બ્રિટિશ શીખોના સર્વદળીય સંસદીય સમુહે બ્રિટિશ ગૃહવિભાગમાં એક પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું. જેથી તે સુનિશ્ચિત થઇ શકે કે નવા વિધેયકનો કાયદો બનવા અંગે કૃપાણને મળેલી છુટ યથાવત્ત રહી. બ્રિટિશ શીખો માટે આ સમુહના મુખ્ય અને લેબર સાંસદ પ્રીત કોર ગિલે કહ્યું કે, હું સરકારના સંશોધનને જોઇને ખુશ છું.
આ પ્રકારે નવો કાયદા હેઠળ મોટી ક્રૃપાણનું વેચાણ, તેની સાથે રાખવા અને તેનો ઉપયોગના કાયદા અધિકારને ચાલુ રાખવાની યથાસ્થિતી યથાવત્ત રાખશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી ક્રૃપાણ (50 સેન્ટીમીટરથી વધારે લાંબી બ્લેડવાળા) નો ઉપયોગ સમુદાયના લોકો ગુરૂદ્વારાના સમારોહમાં અને પારંપારિક શીખ ગતકા માર્શલ આર્ટ દરમિયાન કરે છે.
બ્રિટિશ ગૃહમંત્રી સાઝીદ જાવેદે કહ્યું કે, આ નવો કાયદો પોલીસને ખતરનાક હથિયાર જપ્ત કરવામાં મદદ કરશે. અને સડકો પર ચાકુઓનાં ઉપયોગમાં ઘટાડો આવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શીખ સમુદાય દ્વારા લાંબા સમયથી ક્રૃપાણ રાખવા દેવાની મંજુરી માંગવામાં આવી રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે