મુશ્કેલીમાં મુકાયા બ્રિટિશ પીએમ બોરિસ જોનસન, 24 કલાકમાં 6 મંત્રીઓએ આપ્યા રાજીનામા
જાણવા મળી રહ્યું છે કે બોરિસ જોનસ કેબિનેટમાં થઈ રહેલા બળવા પાછળ સાંસદ ક્રિસ પિન્ચરનો મામલો છે. પીએમ જોનસને ક્રિસ પિન્ચરને પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હિપ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે 2019માં તેમના પર યૌન દુર્વ્યવહારના આરોપ લાગી ચુક્યા છે.
Trending Photos
લંડનઃ બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનની મુશ્કેલી સતત વધી રહી છે. પીએમ જોનસન બ્રેક્ઝિટ અને પાર્ટી ગેટ કાંડમાંથી બહાર આવ્યા નથી ત્યાં તેમની કેબિનેટે બળવો કરી દીધો છે. બોરિસ જોનસનના નજીકના મનાતા છ મંત્રીઓએ અત્યાર સુધી પોતાના પદેથી રાજીનામા આપી દીધા છે. રાજીનામાની શરૂઆત નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કરી હતી. હવે આ લિસ્ટમાં બાલ વિકાસ મંત્રી વિલ ક્વિન્સ, શિક્ષણ મંત્રી રોબિન વોકર, ગૃહ કાર્યાલય મંત્રી વિક્કી એટકિન્સ અને ટ્રેઝરી મંત્રી જોન ગ્લેનના નામ પણ સામેલ થઈ ચુક્યા છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંત્રીઓના બળવા બાદ બોરિસ જોનસન પણ રાજીનામુ આપી શકે છે.
કેમ રાજીનામા આપી રહ્યાં છે મંત્રી
જાણવા મળી રહ્યું છે કે બોરિસ જોનસન કેબિનેટમાં થઈ રહેલા બળવા પાછળ સાંસદ ક્રિસ પ્રિન્ચરનો મામલો છે. પીએમ જોનસને ક્રિસ પિન્ચરને પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હિપ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે તેમના પર 2019માં યૌન દુર્વ્યવહારના આરોપ લાગી ચુક્યા છે. ક્રિસ પિન્ચરના યૌન દુર્વ્યવહારના મામલામાં પાછલા સપ્તાહે કન્ઝર્વેટિવ પાર્ટીના સાસંદથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજીનામા આપનારા મંત્રીઓનો આરોપ છે કે બોરિસ જોનસને ક્રિસ પિન્ચર પર લાગેલા આરોપોને જાણવા છતાં તેમને પાર્ટીમાં મોટા પદ પર નિમણૂક આપી. તો પીએમ જોનસને પિન્ચરની નિમણૂકને લઈને જાહેરમાં માફી માંગી લીધી છે.
Two more UK ministers John Glen and Victoria Atkins resign from PM Boris Johnson's govt. Yesterday Finance Minister Rishi Sunak and Health Secretary Sajid Javid had quit their posts
— ANI (@ANI) July 6, 2022
શું રાજીનામું આપશે બોરિસ જોનસન
અત્યાર સુધી બોરિસ જોનસને સાથી મંત્રીઓના રાજીનામાને લઈને કોઈ સંકેત આપ્યો નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે બોરિસ જોનસન પણ પદ છોડી શકે છે. છ મંત્રીઓના રાજીનામા છતાં વિદેશ મંત્રી લિઝ ટ્રૂસ, સંસ્કૃતિ મંત્રી નૈડિન ડોરિસ, બ્રેગ્ઝિટ મંત્રી જૈકબ રીસ-મોગ, માઇકલ ગવ અને અન્ય કેબિનેટ મંત્રીઓએ જાહેરમાં બોરિસ જોનસનનું સમર્થન કર્યું છે. જોનસને હાલમાં અવિશ્વાસ પ્રસ્તાવમાં જીત મેળવી હતી. તેવામાં પાર્ટીના નિયમો અનુસાર તેમના નેતૃત્વને આગામી વર્ષે જૂન સુધી કોઈ ખતરો નથી. પરંતુ ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીએ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી કરાવવા તૈયાર
બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટી બોરિસ જોનસનના મંત્રીમંડળમાં શરૂ થયેલી ભાગદોડને લઈને સક્રિય થઈ ગઈ છે. લેબર પાર્ટીના નેતા વિપક્ષ કીમ સ્ટર્મરે કહ્યુ કે, તે ચૂંટણીનું સ્વાગત કરશે કારણ કે દેશમાં સરકાર બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તેનાથી સ્પષ્ટ છે કે કંઝર્વેટિવની સરકાર પડી રહી છે. આગામી ચૂંટણી 2024માં છે, પરંતુ જોનસન ઈચ્છે તો વહેલી ચૂંટણી થઈ શકે છે. લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવેયે કહ્યુ કે આ સરકાર ફેલ થઈ ચુકી છે. તેમણે પીએમ જોનસનના રાજીનામાની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે