Taliban એ કાબુલ એરપોર્ટના 3 ગેટ્સ પર કર્યો કબજો, ફ્લાઇટ્સ પર પણ મુક્યો પ્રતિબંધ

અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) બહાર થયેલા આતંકી હુમલાનો જવાબ ભલે અમેરિકાએ (US) ડ્રોન હુમલો કરી આપ્યો હયો, પરંતુ તાલિબાનનો (Taliban) ખોફ સતત વધ રહ્યો છે. હવે સામાચાર મળી રહ્યા છે કે, અમેરિકા અને ગઠબંધન દળોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ્સનું નિયંત્રણ તાલિબાનને સોંપી દીધું છે

Taliban એ કાબુલ એરપોર્ટના 3 ગેટ્સ પર કર્યો કબજો, ફ્લાઇટ્સ પર પણ મુક્યો પ્રતિબંધ

કાબુલ: અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) બહાર થયેલા આતંકી હુમલાનો જવાબ ભલે અમેરિકાએ (US) ડ્રોન હુમલો કરી આપ્યો હયો, પરંતુ તાલિબાનનો (Taliban) ખોફ સતત વધ રહ્યો છે. હવે સામાચાર મળી રહ્યા છે કે, અમેરિકા અને ગઠબંધન દળોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ્સનું નિયંત્રણ તાલિબાનને સોંપી દીધું છે. ત્યારબાદ એરપોર્ટ ખાલી કરાવવાનું કામ તાલિબાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

વિશેષ દળોનું યૂનિટ તૈનાત
ગ્રુપના અધિકારી ઇનહામુલ્લાહ સામાનગનીએ રવિવારના જાણકારી આપી હતી કે, 'હવે અમેરિકી સૈનિકોનું (US Army) એરપોર્ટના એક નાના ભાગ પર જ નિયંત્રણ છે. જેમાં એક એવો ક્ષેત્ર પણ સામેલ છે, જેમાં એરપોર્ટની (Kabul Airport) રડાર સિસ્ટમ સ્થિત છે. અધિકારીએ જણાવ્યું કે, તાલિબાને (Taliban) લગભગ બે અઠવાડિયા પહેલા એરપોર્ટ મેન ગેટ પર વિશેષ દળની એક યૂનિટ તૈનાત કર્યું હતું જે એરપોર્ટની સુરક્ષા અને તકનીકી જવાબદારી સંભાળવા માટે તૈયાર હતું.

26 ઓગસ્ટના થયો હતો હુમલો
યૂએસે (US) તાલિબાનના એરપોર્ટના ગેટનું નિયંત્રણ એવા સમયે સોંપ્યું છે, જ્યારે થોડા દિવસ પહેલા 26 ઓગસ્ટના ISIS-K આતંકવાદીઓએ (Terrorists) સુવિધાના પૂર્વ ગેટ પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં 170 અફઘાન અને 13 અમેરિકી સૈનિક (US Army) માર્યા ગયા હતા. આ પહેલા તાલિબાનના (Taliban) એક અધિકારીએ કથિત રીતે કહ્યું હતું કે, ગ્રુપનું વિશેષ દળ, અને તકનીકી વ્યાવસાયિકો અને યોગ્ય એન્જિનિયરોની એક ટીમ અમેરિકી દળોના ગયા બાદ એરપોર્ટનો તમામ ચાર્જ લેવા માટે તૈયાર છે.

ડઝન ફ્લાઇટે ભરી ઉડાન
ત્યારે, શનિવાર મોડી રાતે સૈન્ય વિમાનો સહિત ડઝન ફ્લાઇટ્સે એરપોર્ટથી ઉડાન ભરી. 15 ઓગસ્ટના તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી કાબુલના પ્રથમ એરપોર્ટ પર લગભગ 6 હજાર અમેરિકી અને ગઠબંધન દળો સહિત અફઘાન વિશેષ દળોનું એક એકદમ બહાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા મુજબ તમામ યુએસ અને ગઠબંધન દળો 31 ઓગસ્ટના રોજ દેશ છોડી દે તેવી અપેક્ષા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news