Stag Beetle: આ એક કીડો તમને ઘરે બેઠા બનાવી શકે છે કરોડપતિ! ઓનલાઈન હરાજી પર લાગ્યો પ્રતિબંધ

Stag Beetle worlds most expensive insect : અનેક લોકોના ઘરમાં તમને પાળતું જાનવર જોવા મળતા હશે. ફેવરિટ શ્વાન કે બિલાડી સિવાય પણ એવા કેટલાક જીવ જંતુ હોય છે જેને પાળવા માટે લોકો લાખો રૂપિયા આપીને ખરીદે છે. તમને ભલે એ વાત પર વિશ્વાસ ન આવતો હોય પરંતુ આ સાચુ છે. અહીં અમે તમને એક એવા કીડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે. 

Stag Beetle: આ એક કીડો તમને ઘરે બેઠા બનાવી શકે છે કરોડપતિ! ઓનલાઈન હરાજી પર લાગ્યો પ્રતિબંધ

Stag Beetle worlds most expensive insect : અનેક લોકોના ઘરમાં તમને પાળતું જાનવર જોવા મળતા હશે. ફેવરિટ શ્વાન કે બિલાડી સિવાય પણ એવા કેટલાક જીવ જંતુ હોય છે જેને પાળવા માટે લોકો લાખો રૂપિયા આપીને ખરીદે છે. તમને ભલે એ વાત પર વિશ્વાસ ન આવતો હોય પરંતુ આ સાચુ છે. અહીં અમે તમને એક એવા કીડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે. એટલે કે જો તે તમને મળી જાય તો તમે બેઠા બેઠા કઈ પણ ખાસ પ્રયત્નો કર્યા વગર કરોડપતિ બની શકો છો. 

Stag Beetle એ એક ખાસ પ્રજાતિનો કીડો છે જે સરળતાથી જોવા મળતો નથી. જેને જોવા મળતો હશે તેને કદાચ ભાગ્યે જ તેના વિશે માહિતી હશે. તેની ખાસિયત એ છે કે જો ક્યાંક તેની બોલી લાગે તો તે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. દુનિયામાં બહુ ઓછા લોકો છે જે આવા વિચિત્ર કહી શકાય તેવા કીડા પાળે છે. પરંતુ જ્યારે કીડાની કિંમત એક કરોડ રૂપિયા હોય તો કદાચ તેને પાળવા માટે કોઈ પણ તૈયાર થઈ જાય. સ્ટેગ બીટલ પણ એક એવી જ પ્રજાતિનો કીડો છે. પૃથ્વી પર મળી આવતો તે સૌથી મોટો બીટલ છે જે લગભગ સાડા 8 સેન્ટીમીટર સુધી વધી શકે છે. લોકો તેને ખરીદવા માટે એક કરોડ રૂપિયા પણ ચૂકવવા માટે તૈયાર છે. આ કીડામાંથી અનેક પ્રકારની દવાઓ તૈયાર થાય છે. 

મોટા ભાગના સ્ટેગ બીટલ એક વયસ્ક રીતે ઊભર્યા બાદ માત્ર ગણતરીના અઠવાડિયાઓ સુધી રહે છે, ઠંડીની સીઝનમાં કેટલાક મરી જાય છે. કેટલાક ક્યાંક બીજે ગરમાવાવાળી જગ્યાએ રહે તો જીવિત પણ રહી શકે છે જેમ કે ખાતરના ઢગલા. સ્ટેગ બીટરમાં એક લાંબુ જીવનચક્ર હોય છે, જે ઈંડામાંથી વયસ્ક થવા સુધી લગભગ 7 વર્ષ રહે છે. અનેક દેશોમાં આ જીવોને પર્યાવરણ મંત્રાલયની વિલુપ્ત થનારી પ્રજાતિઓની સૂચિમાં રાખવામાં આવ્યા છે. 

પશ્ચિમી દેશોના રિપોર્ટ મુજબ આ કીડાની કિંમત કોઈ લક્ઝરી કાર કે આલીશાન ફ્લેટથી પણ વધુ છે. સ્ટેગ બીટલ દુનિયાની સૌથી દુર્લભ પ્રજાતિવાળું જીવ છે જે માત્ર 2 થી 3 ઈંચના આકારનું હોય છે. સ્ટેગ બીટલ પૃથ્વી પર રહેલા સૌથી નાના વિચિત્ર અને દુર્લભ પ્રજાતિઓમાંથી એક છે. ધરતી પર હાજર આ દુર્લભ કીડાને ઉછેરવામાં લોકો લાખો રૂપિયા ખર્ચવામાં પણ ખચકાતા નથી. આ કીડો એટલો બધો દુર્લભ છે કે માર્કેટમાં બ્લેકમાં ખરીદવા જાઓ તો કિંમત લાખો સુધીમાં પહોંચી જાય છે. 

સ્ટેગ બીટલ જોવામાં એકદમ અજીબ લાગે છે જેના કારણે અનેક લોકો તેને જોવા માંગતા નથી. પરંતુ જેવી તેની વિશેષતા ખબર પડે છે કે લોકો 50 લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધી પૈસા ખર્ચવા તૈયાર થઈ જાય છે. Yahoo Japanનું કહેવું છે કે તે પોતાની ઓક્શન વેબસાઈટ પર સ્ટેગ બીટલ સહિત અનેક વિલુપ્તપ્રાય કીડા અને અન્ય જાનવરોની લગભગ 4000 પ્રજાતિઓના સેલ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. ફર્મનું કહેવું છે કે તેનો આ પ્રતિબંધ આ મહિનાના છેલ્લા સપ્તાહ એટલે કે 29 સપ્ટેમ્બર સુધી પ્રભાવી રહેશે. જેમાં આ દુનિયાનો સૌથી મોંઘો  કીડો સ્ટેગ બીટલ અને ઓમુરાસાકી પતંગીયુ પણ સામેલ છે. આ ઓક્શન સાઈટ પર સ્તનધારીઓ, પક્ષીઓ અને સરીસૃપો સંલગ્ન લેવડદેવડ પર પહેલેથી પ્રતિબંધ છે. યાહુ જાપાનનું કહેવું છે કે તેણે આ ઉપાયને લાગૂ કરવાનો નિર્ણય લીધો કારણ કે આવી  હરાજીઓના કારણે સંરક્ષિત પ્રજાતિઓ પર જોખમ વધી ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news