PM મોદી પહોંચ્યા ન્યૂયોર્ક, UNSGના કાર્યક્રમમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હ્યુસ્ટનમાં મેગા ઈવેન્ટ હાઉડી મોદી (Howdy Modi) માં ભાગ લઈને હવે ન્યૂયોર્ક પહોંચી ગયા છે.
Trending Photos
ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હ્યુસ્ટનમાં મેગા ઈવેન્ટ હાઉડી મોદી (Howdy Modi) માં ભાગ લઈને હવે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. પીએમ મોદી આજે UNSGના ક્લાઈમેટ ચેન્જ એન્ડ લીડર્સ ડાયલોગ તથા સ્ટ્રેટેજિક રિસ્પોન્સ ટુ ટેરરિસ્ટ એન્ડ વોયલેટ એકસ્ટ્રીમિસ્ટ નેરેટિવ્સમાં ભાગ લેશે.
આ અગાઉ તેઓએ હ્યુસ્ટનમાં હાઉડી મોદી સમારોહને સંબોધિત કર્યો હતો. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ હતાં. બંનેએ અહીં એનઆરજી સ્ટેડિયમમાં લગભગ 50,000 પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને જબરદસ્ત ફટકાર લગાવી હતી.
તેમણે કહ્યું હતું કે ભારતે હાલમાં જ જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં બાધારૂપ કલમ 370ને હટાવી છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. પીએમ મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે અમારા નિર્ણયોથી એ લોકોને મુશ્કેલી પડી રહી છે જેમનાથી પોતાનો દેશ તો સાચવી શકાતો નથી. અમેરિકામાં 9/11 હોય કે ભારતનો 26/11 હુમલો, તેના કાવતરાખોર ક્યાં મળી આવે છે? તે આખી દુનિયા જાણે છે. હવે સમય આવી ગયો છે કે આતંકવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપનારા વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે.
જુઓ LIVE TV
અમેરિકામાં પીએમ મોદીનો કાર્યક્રમ
24 સપ્ટેમ્બર 2019: UN મુખ્યમથકમાં મહાત્મા ગાંધી પર વિશેષ કાર્યક્રમની મેજબાની
24 સપ્ટેમ્બર 2019: બિલ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી પીએમ મોદીનું સન્માન
24 સપ્ટેમ્બર 2019: 2019 ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી પીએમ મોદીને નવાજવામાં આવશે
24 સપ્ટેમ્બર 2019: સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાં ગાંધી પીસ ગાર્ડનની શરૂઆત
25 સપ્ટેમ્બર 2019: ગ્લોબલ બિઝનેસ ફોરમમાં માઈકલ બ્લૂમબર્ગ સાથે વાતચીત
25-26 સપ્ટેમ્બર 2019: વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત
27 સપ્ટેમ્બર 2019: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીનું સંબોધન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે