પાકિસ્તાનના આ વિસ્તારમાં પણ 'નમો નમો', જ્યાં ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાયા PM મોદી, જાણો કારણ
ભારતમાં હાલમાં જ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી 2019 પૂરી થઈ. આવતી કાલે એટલે કે 23મી મેના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. ચૂંટણીના પરિણામો પર માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયા અને પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં હાલમાં જ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી 2019 પૂરી થઈ. આવતી કાલે એટલે કે 23મી મેના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. ચૂંટણીના પરિણામો પર માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયા અને પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર છે. પાકિસ્તાન ડરના ઓછાયામાં છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાન એ વાતથી પરેશાન છે કે ક્યાંક ભારતમાં ફરીથી એકવાર મોદી સરકાર ન આવી જાય. એક્ઝિટ પોલના આંકડાએ ભારતમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા ગઠબંધન (એનડીએ)ની સરકાર બનવાનો અંદેશો જતાવ્યો છે. મોદી સરકારની વાપસીથી ભારતમાં વિરોધ પક્ષો કરતા પણ વધુ કોઈ પરેશાન હોય તો પાડોશી દેશ પાકિસ્તાન છે. જે દિવસથી એક્ઝિટ પોલના આંકડા આવ્યાં છે ત્યારથી પાકિસ્તાન ડરના ઓછાયામાં જીવી રહ્યું છે.
19મી મેના રોજ એક્ઝિટ પોલના આંકડાઓએ ભારતમાં મોદી સરકારની વાપસીના સંકેતો આપ્યાં ત્યારે પાકિસ્તાનને તો જાણે માથાનો દુખાવો થઈ ગયો. ભારતમાં એકવાર ફરીથી મોદી સરકાર બનવાને લઈને પાકિસ્તાને એટલું પરેશાન થઈ ગયું કે 19મી મેના રોજ ગુગલ ટ્રેન્ડમાં નરેન્દ્ર મોદી ભારત કરતા તો વધુ પાકિસ્તાનમાં સર્ચ કરવામાં આવ્યાં.
જુઓ LIVE TV
પાકિસ્તાનની ચેનલોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ. પાકિસ્તાની ચેનલો પર પૂર્વ રાજદૂતો, પાક સેનાના પૂર્વ અધિકારીઓ અને કથિત જાણકારો દ્વારા ચર્ચાઓનું બજાર ગરમ રહ્યું. દરેક બાજુ એક જ સવાલ હતો, હવે પાકિસ્તાનનું શું થશે? ગુગલ ટ્રેન્ડના પરિણામો મુજબ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં નરેન્દ્ર મોદીને સૌથી વધુ 100% સર્ચ કરવામાં આવ્યાં.
અત્રે જણાવવાનું કે બલુચિસ્તાન પાકિસ્તાનનો એ પ્રાંત છે જ્યાં પાકિસ્તાની સેનાએ જબરદસ્તીથી કબ્જો કરીને રાખ્યો છે. અનેકવાર બલુચિસ્તાનથી પાકિસ્તાની સરકાર અને સેનાના અત્યાચારો વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોના અહેવાલો આવતા રહ્યાં છે. ત્યાંની જનતા જ્યાં ભારતમાં મોદી સરકારની વાપસીથી ખુશ છે ત્યાં પાકિસ્તાનમાં તેને લઈને ડર છવાયેલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે