સીમા પર ભારતીય સેનાનો મુંહતોડ જવાબ, ઇમરાને લગાવ્યા ખોટા આરોપો

ભારતીય સેના નિયંત્રણ રેખા (PoK) પર ઘુસણખોરી અટકાવવાનાં પ્રયાસોનાં કારણે પાકિસ્તાની સૈન્ય મથકો પર સતત જવાબી કાર્યવાહી કરી રહી છે

સીમા પર ભારતીય સેનાનો મુંહતોડ જવાબ, ઇમરાને લગાવ્યા ખોટા આરોપો

નવી દિલ્હી : એલઓસી પર પાકિસ્તાની (Pakistan) દ્વારા ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ કરતા ભારતીય સેના (Indian Army) એ શનિવારે પાકિસ્તાની બેટ (બોર્ડર એક્શન ટીમ) ના 7 ફાઇટરને ઠાર માર્યો હતો. ત્યાર બાદથી જ પાકિસ્તાનમાં હડકંપ છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) એ આ ઘટનાની માહિતી મળ્યા બાદ રવિવારે ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ત્યાર બાદ ઇમરાન ખાને અનેક તબક્કાવાર ટ્વીટ કર્યા. આ ટ્વીટમાં ઇમરાન ખાનનો ડર સ્પષ્ટ જોઇ શકાતો હતો. હવે ઇમરાન ખાન ભારતીય સેનાની કાર્યવાહીમાં નિર્દોષ નાગરિકો ઠાર મરાયા હોવાની વાત કરી રહ્યા છે.

કાલે ભારતીય સેનાએ બોફોર્સનું મોઢુ ખોલ્યું અને પાક.ને પરસેવો વળી ગયો !
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના નિયંત્રણ રેખા ( LoC) પર ઘુસણખોરી અટકાવવાનાં પ્રયાસોનાં કારણે પાકિસ્તાની સૈન્ય સ્થળો પર સતત જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. જવાબી કાર્યવાહીથી ડરીને પાકિસ્તાને ભારતીય હાઇકમિશનનાં અધિકારીને રિપોર્ટ માંગ્યો અને ભારતના ગોળીબારમાં તેનાં બે નાગરિકોનાં કથિત રીતે મોતની વાત કરી. 

ઈઝરાયેલે બોલિવુડ અંદાજમાં ભારતને ફ્રેન્ડશિપ ડેનો મેસેજ મોકલાવ્યો
બીજી તરફ ઇમરાન ખાનનું રોતા ટ્વીટ કરીને કહ્યું કે, એલઓસીની પાર નિર્દોષ નાગરિકો પર થયેલા ભારતનાં હુમલાની હું નિંદા કરુ છું. પાકિસ્તાનના વડાપ્રધાને દાવો કર્યો કે, ભારતીય સેનાએ સીમા પર ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. ઇમરાનને માનવતાની પણ યાદ આવી અને તેમણે કહ્યું કે, 1983 કન્વેંશનનાં માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન કરતા ભારતે આ કાર્યવાહી કરી છે. UNSC ને શાંતિ અને સુરક્ષા માટે આ આંતરરાષ્ટ્રીય ખતરા પર ધ્યાન આપવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સતત કહી રહ્યું છે કે, ભારતીય સેનાની ગોળીબારથી તેમના સામાન્ય નાગરિકોનાં મોત થયા છે.

— Imran Khan (@ImranKhanPTI) August 4, 2019

— Imran Khan (@ImranKhanPTI) August 4, 2019

જમ્મુ-કાશ્મીરમાં સરકાર જે કરવા જઈ રહી છે, તેના પરિણામ ખુબ ખતરનાક આવશે: મહેબુબા મુફ્તી
ઇમરાન એટલે નહોતા અટક્યા અને તેમણે કાશ્મીર રાગ પણ આલાપવાનો શરૂ કરી દીધો હતો. ઇમરાને કહ્યું કે, આ કાશ્મીરનાં લોકોના દુખની રાતને સમાપ્ત કરવાનો સમય છે. ખાને કહ્યું કે, કાશ્મીરનાં લોકોને સંયુક્ત રાષ્ટ્રનાં પ્રસ્તાવો અનુસાર પોતાનાં અધિકારનાં પ્રયોગની પરવાનગી આપવામાં આવવી જોઇએ. તેમણે કહ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાનો એકમાત્ર રસ્તો કાશ્મીર મુદ્દાનું શાંતિપુર્ણ અને ન્યાયપુર્ણ નિસ્તારણ છે. ઇમરાને કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર પર મધ્યસ્થતા કરવાની રજુઆત કરી હતી. આ એવું કરવા માટેનો યોગ્ય સમય છે કારણ કે કાશ્મીરમાં સ્થિતી બગડી ચુકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news