નવાઝ શરીફની તબિયતમાં સુધારા માટે દેશભરમાં દુઆઓનો દોર, ડોક્ટર શું કહે છે જાણો....
પાકિસ્તાનના અખબાર ડોન ન્યૂઝના રિપોર્ટ અનુસાર, તેમનું બ્લડ પ્રેશર અને શુગર લેવલ હજુ પણ હાઈ છે. લાહોરની સર્વિસિસ હોસ્પિટલના વડા મહેમુદ અયાઝની અધ્યક્ષતાવાળા મેડિકલ બોર્ડે પણ શરીફની તપાસ કરકી છે અને તેમના વિવિધ રિપોર્ટ્સ કરાવ્યા છે.
Trending Photos
લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયતમાં સુધારા માટે દેશભરમાં દુઆઓનો દોર ચાલી રહ્યો છે. ઠેર-ઠેર લોકો તેમની તબિયતમાં સુધારા માટે અલ્લાહને પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે તેમની તબિયતમાં થોડો સુધારો થયો હોય એવા સમાચાર છે. સ્થાનિક મીડિયા દ્વારા શુક્રવારે તેમની તબિયત અંગે બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ તેમના પ્લેટલેટ્સ 35,000થી વધીને 51,000 થઈ ગયા છે.
પાકિસ્તાનના અખબાર ડોન ન્યૂઝના રિપોર્ટ અનુસાર, તેમનું બ્લડ પ્રેશર અને શુગર લેવલ હજુ પણ હાઈ છે. લાહોરની સર્વિસિસ હોસ્પિટલના વડા મહેમુદ અયાઝની અધ્યક્ષતાવાળા મેડિકલ બોર્ડે પણ શરીફની તપાસ કરકી છે અને તેમના વિવિધ રિપોર્ટ્સ કરાવ્યા છે. શરીફને રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરો, લાહોરની કસ્ટડીમાંથી 21 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન શરીફના ફેમિલી ડોક્ટર અદનાન ખાને જણાવ્યું હતું કે, "નવાઝ શરીફની હાલત એટલી ખરાબ છે કે ક્યાંક આપણે તેમને ગુમાવી ન બેસીએ. તેમની હાલત અત્યંત નાજુક છે. તમામ પ્રયાસો બાદ પણ તેમના પ્લેટલેટમાં વધારો નથી થઈ રહ્યો. તેમને હૃદયરોગનો હુમલો પણ આવી ચૂક્યો છે."
નવાઝના વકીલ ખ્વાજા હારિસે કોર્ટને જણાવ્યું કે, "નવાઝ શરીફને એક જ છત નીચે તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે જરૂરી છે. અમને ડોક્ટરોના ઈરાદા અને હોંશિયારી બાબતે શંકા નથી, પરંતુ મેડિકલ બોર્ડ પણ પરિણામથી સંતુષ્ટ નથી. તેમને તેમની મરજીથી ડોક્ટરો પાસે ઈલાજ કરાવાની મંજુરી મળવી જોઈએ."
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના મહામંત્રી અહેસાન ઈક્બાલે ડોન સમાચારને જણાવ્યું કે, "સૌથી પહેલા તો ડોક્ટર તેમની તબિયતને સ્થિર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એક વખત તેમની તબિયત સ્થિર થઈ જાય ત્યાર પછી તેમને વધુ સારા ઈલાજ માટે વિદેશ લઈ જવા કે નહીં તેના અંગે ચર્ચા-વિચારણા કર્યા પછી નિર્ણય લેવામાં આવશે."
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે