Nobel Prize Medicine: વિક્ટર એમ્બ્રોસ અને ગૈરી રુવકુનને મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર, માઈક્રો RNAની કરી હતી શોધ

આ બંને દિગ્ગજોએ માઈક્રો RNA ની શોધ કરી હતી. નોબેલ એસેમ્બલીએ કહ્યું કે બંને વૈજ્ઞાનિકોની શોધ જીવોના વિકાસ અને કાર્ય કરવાની રીત માટે મૌલિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. 

Nobel Prize Medicine: વિક્ટર એમ્બ્રોસ અને ગૈરી રુવકુનને મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર, માઈક્રો RNAની કરી હતી શોધ

ચિકિત્સા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે. આ વર્ષે વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રુવકુન ચિકિત્સાના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ બંને દિગ્ગજોએ માઈક્રો RNA ની શોધ કરી હતી. નોબેલ એસેમ્બલીએ કહ્યું કે બંને વૈજ્ઞાનિકોની શોધ જીવોના વિકાસ અને કાર્ય કરવાની રીત માટે મૌલિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. 

વિક્ટર એમ્બ્રોસ અને ગૈરી રુવકુનને મળ્યો નોબેલ
વિક્ટર એમ્બ્રોસ અને ગૈરી રુવકુનને ચિકિત્સામાં નોબેલ પુરસ્કાર માઈક્રો RNA ની શોધ માટે આપવામાં આવ્યો. આ એક નાનો અણુ છે જે જીન ગતિવિધિઓને વિનિયમિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

— The Nobel Prize (@NobelPrize) October 7, 2024

કેમ મહત્વની છે આ શોધ
જો કે આપણા શરીરની તમામ કોશિકાઓમાં સમાન જીન હોય છે પરંતુ માંસપેશીઓ અને તંત્રિકા જેવી કોશિકાઓ અલગ અલગ કાર્ય કરે છે. આ જીન વિનિયમન દ્વારા સંભવ હોય છે. જેનાથી કોશિકાઓ ફક્ત એ જ જીન સક્રિય કરે છે જેની તેમને જરૂર હોય છે. એમ્બ્રોસ અને રુવકુનની માઈક્રો RNA ની શોધે આ પ્રક્રિયાને એક નવી રીત ગણાવી છે. 

ગત વર્ષે મેડિસિનમાં કેટલા મળ્યા હતા નોબેલ પુરસ્કાર
તેમની શોધે એ સમજવામાં મદદ કરી છે કે જીવ, ખાસ કરીને માણસો કેવી રીતે વિક્સિત થાય છે અને કાર્ય કરે છે. ગત વર્ષે ચિકિત્સાના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર કાતાલિન કારિકો અને ડ્રુ વાઈસમેનને મળ્યો હતો. આ બંનેએ COVID-19 વિરુદ્ધ વેક્સિન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 

અંદાજે ₹8.3 કરોડનો કેશ પુરસ્કાર
આ પુરસ્કારમાં 11 મિલિયન સ્વીડિશ ક્રોનર (લગભગ ₹8.3 કરોડ)નો કેશ પુરસ્કાર સામેલ છે. જે સ્વીડિશ આવિષ્કારક અલ્ફ્રેડ નોબેલના વારસાનો ભાગ છે. તમામ પુરસ્કાર વિજેતા 10 ડિસેમ્રના રોજ પોતાનો પુરસ્કાર મેળવશે. આ દિવસે નોબેલની પુણ્યતિથિ પણ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news