ન્યૂઝીલેન્ડના નવા પ્રધાનમંત્રી બનશે ક્રિસ હિપકિન્સ, જેસિન્ડા અર્નર્ડનું લેશે સ્થાન

ન્યૂઝીલેન્ડની લેબર પાર્ટીએ એક નિવેદન જાહેર કરતા જણાવ્યું કે ક્રિસ હિપકિન્સ નવા પ્રધાનમંત્રી બનશે. રવિવારે યોજાનારી લેબર પાર્ટીના સાંસદોની બેઠકમાં ક્રિસ હિપકિન્સને પીએમ તરીકે પસંદ કરવામાં આવે તેવી સંભાવના છે.
 

ન્યૂઝીલેન્ડના નવા પ્રધાનમંત્રી બનશે ક્રિસ હિપકિન્સ, જેસિન્ડા અર્નર્ડનું લેશે સ્થાન

વેલિંગ્ટનઃ લેબર પાર્ટીએ કહ્યું હતું કે હિપકિન્સ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી તરીકે જેસિન્ડા આર્ડર્નના સ્થાને એક માત્ર ઉમેદવાર છે. એટલા માટે જ એવુ માનવામાં આવે છે કે તે જ દેશના પ્રધાનમંત્રી બનશે. રવિવારે 64 સાંસદો અથવા કૉકસની બેઠકમાં તેઓ દેશના નવા નેતા તરીકે ચૂંટાય તેવી સંભાવના છે. હિપકિન્સની નિમણૂંક થાય તે પહેલાં આર્ડર્ન ગવર્નર જનરલને રાજીનામું આપશે. 

સ્થાનિક મીડિયાના રિસર્ચ હોરાઇઝને રિસર્ચ પોલ બતાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે 26 ટકા લોકો હિપકિન્સને પ્રધાનમંત્રી તરીકે ઈચ્છે છે. 

2008માં પ્રથમ વખત સાંસદ બન્યા હિપકિન્સ
ક્રિસ હિપકિન્સ પ્રથમ વખત 2008માં લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 44 વર્ષીય હિપકિન્સ નવેમ્બર 2020માં COVID-19 માટે મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પછી લોકપ્રિય થયા. હાલમાં તેમની પાસે પોલીસ, જાહેર સેવા અને શિક્ષણ મંત્રાલય છે. આ ઉપરાંત, હિપકિન્સ સદનના નેતા તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યાં છે. 

લેબર પાર્ટીની લોકપ્રીયતામાં કમી
ન્યુઝીલેન્ડની લેબર પાર્ટીનો કાર્યકાળ આ વર્ષે પૂરો થશે. દેશમાં 14 ઓક્ટોબરે ચૂંટણી છે. આ દરમિયાન હિપકિન્સને દેશની જવાબદારી મળી છે. લેબર પાર્ટીને સત્તામાં લાવવા માટે ક્રિસ હિપકિન્સને ખુબ મહેનત કરવી પડશે. આર્ડર્નના રાજીનામાની જાહેરાત પહેલાં શુક્રવારે ટેક્સપેયર્સ યુનિયન-ક્યૂરિયાના પોલમાં લેબર પાર્ટીની લોકપ્રિયતા ઘટીને 31.7 % થઈ હતી, જ્યારે વિપક્ષ ન્યુઝીલેન્ડ નેશનલ પાર્ટીને 37.2% ટેકો મળ્યો હતો.

જેસિન્ડા આર્ડનને આપ્યું રાજીનામું
આ પહેલાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી  જેસિન્ડા આર્ડર્ને તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજીનામું આપશે. તે ચૂંટણી નહીં લડે. વધુમાં તેમણે જણાવ્યું કે ‘હું જાણું છું કે ન્યૂઝીલેન્ડના લોકોને અસર કરતા મુદ્દાઓ આ વર્ષે અને ચૂંટણી સુધી સરકારના ધ્યાન પર રહેશે’. તેમને વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીની સરકાર બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news