આ તસવીરથી એક મમ્મીએ છલકાવ્યું પોતાનું દર્દ, તો રડી પડી દુનિયાભરની મહિલાઓ...
Trending Photos
અમદાવાદ :એક માસુમ બાળકીની તસવીર હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં બાળકને ઢગલાબંધ ઈન્જેક્શનની વચ્ચે રાખવામાં આવ્યું છે. આ તમામ ઈન્જેક્શન એ છે, જે આ બાળકીની માતાને લગાવવામાં આવ્યા હતા, જેથી આ બાળકી સુરક્ષિત રીતે પેદા થાય. સાથે જ આ તસવીર માતા બનવાની ઈચ્છા ધરાવનારી કરોડો મહિલાઓને સમર્પિત કરવામાં આવી છે, જે IVF In Vitro fertilization દ્વારા બાળક પેદા કરવા માંગે છે. આ તસવીરને આખી દુનિયામાં શેર કરવામાં આવી રહી છે. આઈવીએફ ટેકનિકનું આખુ નામ ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન છે. આ એક સહાયક પ્રજનન ટેકનિક છે, આ ટેકનિકથી બાળક પેદા કરવામાં અસક્ષમ મહિલાઓ બિનકુદરતી રીતે ગર્ભવતી થાય છે.
ફેસબુક અને ટ્વિટર પર મહિલાઓની પ્રતિક્રિયા
બાળકની માતા એન્જેલાનું કહેવુ છે કે, તે સંતાન વગર પીડાતી હતી. 42 વર્ષની ઉંમરમાં તેણે IVF દ્વારા બાળક પેદા કરવાનું નક્કી કર્યું હતું. એન્જેલાએ જણાવ્યું કે, આખી દુનિયા એ સમજી શક્તી નથી કે, એક IVF ના માધ્યમથી બાળક ઈચ્થતી માતાને કેટલા ઈન્જેક્શનના દર્દમાંથી પસાર થવું પડે છે. સાથે જ આ દરમિયાન માતાને અસંખ્ય માનસિક તણાવનો સામનો પણ કરવો પડે છે. 5 ઓક્ટોબરના રોજ એન્જેલાએ આ તસવીર શેર કરી હતી, જેના બાદ આખી દુનિયામાંથી મહિલાઓએ પ્રતિક્રીયા આપવાનું શરૂ કર્યું.
સરળ નથી હોતું IVFથી બાળક પેદા કરવું
42 વર્ષની એન્જેલા જણાવે છે કે, IVF દ્વારા બાળક પેદા કરવુ જરા પણ સરળ હોતુ નથી. મોટાભાગના ડોક્ટર કહે છે કે, IVFના માધ્યમથી બાળક પેદા થવાની શક્યતા અંદાજે 15-20 ટકા જ હોય છે. તો 40 વર્ષથી વધુ વર્ષની મહિલાઓની માતા બનવાની શક્યતા માત્ર 5 ટકા જ હોય છે. આ દરમિયાન ગર્ભમાં ઉછરી રહેલા નવજાતને સુરક્ષિત રાખવા માટે તમામ પ્રકારની દવાઓના ઈન્જેક્શન આપવા પડે છે. આ પરિસ્થિતિમાં માતાને બહુ જ પીડામાંથી પસાર થવુ પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે