South Korea: સિયોલમાં હૈલોવીન પાર્ટીમાં નાસભાગ, 50 લોકોને આવ્યો કાર્ડિયક અરેસ્ટ
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ (Seoul) માં શનિવારે મચેલી નાસભાગમાં ડઝનો લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સિયોલમાં એક હૈલોવીન પાર્ટી (Halloween Party) દરમિયાન નાસભાગ મચી છે.
Trending Photos
South Korea News: દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ (Seoul) માં શનિવારે મચેલી નાસભાગમાં ડઝનો લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સિયોલમાં એક હૈલોવીન પાર્ટી (Halloween Party) દરમિયાન નાસભાગ મચી છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 50 લોકોને કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે. દેશની યોનહાપ સમાચાર એજન્સીના અનુસાર સિયોલમાં હૈલોવીન પાર્ટી દરમિયાન એક નાનકડા માર્ગ પર આગળ વધવાના ચક્કરમાં નાસભાગ મચી ગઇ હતી.
ઇમરજન્સી અધિકારીઓને ઇટાવન ક્ષેત્રના લોકોને ઓછામાં ઓછા 81 કોલ આવ્યા. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. નેશનલ ફાયર એજન્સીના એક અધિકારી ચોઇ-ચેઓન-સિકે કહ્યું કે લગભગ 100 લોકો ઇજાગ્રસ્ત હોવાની સૂચના છે. જેમાં ડઝનો લોકોને કાર્ડિયક અરેસ્ટથી પીડિત છે.
તમામ ઇમરજન્સી કર્મચારીઓને કર્યા તૈનાત
તેમણે કહ્યું કે ભીડ શહેરના લોકપ્રિય પાર્ટી સ્થળ હૈમિલ્ટન હોટલ પાસે હતી. તેમને કહ્યું કે સિયોલમાં ઉપલબ્ધ લગભગ તમામ કર્મચારીઓ સહિત દેશભરમાંથી 400થી વધુ ઇમરજન્સી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સિયોલના મેયર ઓહ સે-હૂન યૂરોપના પ્રવાસે છે, પરંતુ આ સમાચાર બાદ તેમણે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો છે.
[Breaking] Nightmare in #Itaewon. Current status is that over 50 people have collapsed and possible multiple fatalities due to overcrowding during the Halloween festivities. Stay tuned for more info. pic.twitter.com/NhvVqnHlkl
— allkpop (@allkpop) October 29, 2022
રાષ્ટ્રપતિએ આપ્યા નિર્દેશ
દક્ષિણ કોરિયા (South Korea) ના રાષ્ટ્રપતિ યૂ સુક યેઓલે એક નિવેદનમાં કહ્યું કે અધિકારીઓએ ઇજાગ્રસ્તોની ઝડપથી સારવાર સુનિશ્વિત કરાવવી જોઇએ અને હૈલોવીન પાર્ટી સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવી જોઇએ. તેમણે સ્વાસ્થ મંત્રાલયને ઇમરજન્સી ચિકિત્સા સહાયતા ટીમોને ઝડપથી તૈનાત કરવા અને ઇજાગ્રસ્તોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં બેડ પુરૂ પાડવાના નિર્દેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે