Kabul Blast: કાબુલમાં 3 મોટા વિસ્ફોટમાં 5 લોકોના મોત, અનેક ઘાયલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 3 જોરદાર ધડાકા થયા. આ ધડાકાની ઝપેટમાં આવવાથી 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
Trending Photos
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 3 જોરદાર ધડાકા થયા. આ ધડાકાની ઝપેટમાં આવવાથી 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે અનેક લોકો ઘાયલ છે. આ ધડાકા પશ્ચિમ કાબુલમાં થયા છે. પહેલો ધડાકો મુમકાઝ સ્કૂલમાં થયો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ ધડાકામાં અનેક લોકો ઘાયલ થયા છે. બીજો ધડાકો અન્ય એક શાળા પાસે થયો.
સૂત્રોના જણાવ્યાં મુજબ પશ્ચિમ કાબુલમાં થયેલા ધડાકાની ઝપેટમાં અનેક લોકો આવી ગયા. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ધડાકા બાદથી જ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. જો કે હજુ સુધી આ ધડાકાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી.
નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરફોર્સે શનિવારે હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાની એરફોર્સના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં હવાઈ હુમલામાં 47 લોકોના મોત થયા. પાકિસ્તાની સુરક્ષા દળોએ દક્ષિણ પૂર્વી ખોસ્ત પ્રાંતના સ્પરાઈ જિલ્લામાં અને પૂર્વ કુનાર પ્રાંતના શાલ્ટન જિલ્લામાં વઝિરિસ્તાન શરણાર્થીઓ પર હવાઈ હુમલા કર્યા.
પાકિસ્તાની એરફોર્સની આ કાર્યવાહીની અફઘાનિસ્તાને આકરી નિંદા કરી અને વિદેશ મંત્રાલયે હુમલાના જવાબમાં કાબુલમાં પાકિસ્તાનના રાજદૂત મંસૂર અહેમદ ખાનને તલબ કર્યા. ત્યારબાદ પાકિસ્તાને કહ્યું કે અફઘાનિસ્તાન પાકિસ્તાન-અફઘાન સરહદની આજુબાજુના વિસ્તારને સુરક્ષિત કરે અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.
બીજી બાજુ અફઘાનિસ્તાનમાં રક્ષા મંત્રાલયના પ્રવક્તા ઈનાયતુલ્લાહ ખ્વારાઝિમીએ કહ્યું કે કોઈ પણ દેશે અફઘાનોની પરીક્ષા લેવી જોઈએ નહીં. ઈતિહાસમાં અફઘાનોએ સાબિત કર્યું છે કે તેઓ કોઈ પણ આક્રમણનો જવાબ આપ્યા વગર રહેતા નથી. અફઘાનિસ્તામાં પાકિસ્તાનના હવાઈ હુમલાનો વિરોધ કરવા માટે રવિવારે પ્રાંતના ઘનીખિલ જિલ્લામાં મોટી સંખ્યામાં નંગરહારના લોકો ભેગા થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે