એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો શું કરે છે
Highest paid Salary: જો આપણે તેમની દરરોજની કમાણી પર નજર કરીએ તો સરેરાશ રૂ. 48 કરોડ છે, જે તેમની કંપનીની મહત્વપૂર્ણ ફાઈનેન્શિયલ કામગીરી દર્શાવે છે. બિલ ગેટ્સ જેવા દિગ્ગજ વ્યક્તિઓએ પણ તેમની કંપનીમાં રોકાણ કર્યું છે.
Trending Photos
Highest paid Salary: દેશ અને દુનિયામાં દરરોજ કોઈને કોઈ કંપની ઇસ્ટાબ્લિસ થઈ રહી છે અને ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન ઉચ્ચ પગાર મેળવતા કર્મચારીઓની સંખ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિમાં એક ભારતીય વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જેને દુનિયામાં સૌથી વધુ પગાર મળે છે. અમે વાત કરી રહ્યા છે જગદીપ સિંહની, જેઓ વિશ્વના સૌથી વધુ પગાર મેળવનાર કર્મચારી છે, જેની વાર્ષિક આવક 17,500 કરોડ રૂપિયા (લગભગ 2.1 અરબ ડોલર) છે.
શું કરે છે જગદીપ સિંહ?
જગદીપ સિંહ ટેક્નોલોજી અને ક્લીન એનર્જીના ઉભરતા ક્ષેત્રોમાં કામ કરતી કંપની QuantumScapeના CEO રહી ચૂક્યા છે. તેમનું નેતૃત્વ ભારતીય ઉદ્યોગસાહસિકોના વધતા પ્રભાવનું પ્રતીક છે, જેઓ વિઝન અને નિશ્ચય ધરાવતા લોકો માટે ઉભરતા ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોને દર્શાવે છે. જો આપણે તેમની દરરોજની કમાણી પર નજર કરીએ તો સરેરાશ રૂ. 48 કરોડ છે, જે તેમની કંપનીની મહત્વપૂર્ણ ફાઈનેન્શિયલ કામગીરી દર્શાવે છે.
જગદીપ સિંહનું એજ્યુકેશન
બિઝનેસ ટુડે પર પ્રકાશિત મનીકંટ્રોલ રિપોર્ટ અનુસાર સિંઘની શૈક્ષણિક લાયકાતમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી B.Tech અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી MBA ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ મજબૂત શૈક્ષણિક પાયાની સાથે-સાથે અનેક કંપનીઓમાં એક દાયકાથી વધુના અનુભવે તેમને 2010માં ક્વોન્ટમસ્કેપ લોન્ચ કરવા માટે જરૂરી કૌશલ્ય પ્રદાન કર્યું છે.
EV સેક્ટરમાં કામ કરે છે તેમની કંપની
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના નેતૃત્વમાં કંપની ઈલેક્ટ્રિક વાહનનો માટે ઉર્જા સ્ટોરેજ સોલ્યુશન્સમાં અગ્રેસર બની છે. જે સોલિડ-સ્ટેટ બેટરીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે લિથિયમ-આયન બેટરી કરતા વધુ સારું પ્રદર્શન, ઝડપી ચાર્જિંગ સમય અને વધુ સુરક્ષા આપે છે.
CEO પદ પરથી આપ્યું હતું રાજીનામું
હાલમાં જગદીપ સિંહે ક્વોન્ટમસ્કેપના CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ફેબ્રુઆરી 2024માં આ પદ શિવ શિવરામને સોંપવમાં આવ્યું હતું, પરંતુ તેઓ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં યથાવત રહેશે. CEO તરીકે સિંહના કાર્યકાળ દરમિયાન ક્વોન્ટમસ્કેપે નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો, જેણે તેમના પ્રભાવશાળી પગાર પેકેજમાં યોગદાન આપ્યું, જેમાં સ્ટોક વિકલ્પો સામેલ છે જેની કિંમત 2.3 બિલિયન ડોલર સુધી હોઈ શકે છે.
બિલ ગેટ્સે પણ કર્યું રોકાણ
ક્વોન્ટમસ્કેપની નવીન તકનીક તેને સ્વચ્છ પરિવહન માટેના વૈશ્વિક પ્રયાસોમાં સૌથી આગળ રાખે છે. કંપનીએ બિલ ગેટ્સ અને ફોક્સવેગન સહિતના ઉદ્યોગના દિગ્ગજો પાસેથી નોંધપાત્ર રોકાણો આકર્ષ્યા છે, જે EV અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રોમાં એક મુખ્ય ખેલાડી તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે