Israel-Iran: રાતોરાત પ્લાનિંગ, ફોન પર OK થતા જ ઈઝરાયેલે 2.30 વાગે કરવા માંડ્યા ધડાકા, ઈનસાઈડ સ્ટોરી
આ મહિનાની શરૂઆતમાં ઈરાને ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ત્યારથી આખી દુનિયામાં બેચેની હતી કે ઈઝરાયેલ આ હુમલાનો કેવો જવાબ આપશે. આખરે એ દિવસ આવી ગયો કે જ્યારે ઈઝરાયેલે ઈરાનમાં ઘૂસીને તેના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો અને દેખાડી દીધુ કે તે ઈરાનમાં જ્યારે ઈચ્છે ત્યારે હુમલો કરી શકે છે.
Trending Photos
ઈઝરાયેલે શનિવારે વહેલી પરોઢે ઈરાન પર જબરદસ્ત હવાઈ હુમલા કરીને દુનિયાને દેખાડી દીધુ કે તે જ્યારે ઈચ્છે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે છે. ઈઝરાયેલે આ હુમલો ઈરાનથી બદલો લેવા માટે કર્યો. આ મહિનાની શરૂઆતમાં ઈરાને ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ત્યારથી આખી દુનિયામાં બેચેની હતી કે ઈઝરાયેલ આ હુમલાનો કેવો જવાબ આપશે. આખરે એ દિવસ આવી ગયો કે જ્યારે ઈઝરાયેલે ઈરાનમાં ઘૂસીને તેના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો અને દેખાડી દીધુ કે તે ઈરાનમાં જ્યારે ઈચ્છે ત્યારે હુમલો કરી શકે છે.
ઈઝરાયેલના હુમલાની ઈનસાઈડ સ્ટોરી
ઈઝરાયેલે ઈરાન પર હુમલા પહેલા કોને ફોન કર્યો હતો અને કોના ઓકે કહ્યા બાદ ઈરાનમાં કોહરામ મચ્યો...જાણો ઈનસાઈડ સ્ટોરી.
ફોન પર કોની લેવાઈ મંજૂરી
ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતા પહેલા પોતાના સુરક્ષા મંત્રીમંડળને રાતે ફોન કર્યો. તેમની મંજૂરી મળ્યા બાદ જ હુમલો કરાયો. ઈઝરાયેલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ ઈઝરાયેલના સુરક્ષા મંત્રીમંડળે ઈરાનમાં હુમલાને મંજૂરી આપવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું.
A video released by @IDF shows Israeli Chief of the General Staff, Herzi Halevi, commanding the strike on Iran from the Israeli Air Force underground command center in Camp Rabin (The Kirya).pic.twitter.com/zEWThUK0Lq
— Iran International English (@IranIntl_En) October 26, 2024
હુમલા બાદ ઈઝરાયેલી સેનાએ કરી પુષ્ટિ
સીએનએનના રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી કાર્યાલયે સીએનએનને જણાવ્યું કે હુમલાના થોડા કલાકો પહેલા ફોન કોલ પર મતદાન થયું જેમાં ઈઝરાયેલના સુરક્ષા મંત્રીમંડળે ઈરાનમાં હુમલાને મંજૂરી આપવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું. જેવી સુરક્ષા મંત્રીમંડળે મંજૂરી આપી કે ઈઝાયેલે રાતે 2.30 વાગે ઈરાનમાં કોહરામ મચાવવાનો શરૂ કરી દીધો. ત્યારબાદ ઈઝરાયેલની સેનાએ શનિવારની સવારે પુષ્ટિ કરી કે તે તહેરાનમાં વિસ્ફોટોના શરૂઆતના રિપોર્ટ્સ બાદ ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છે.
1 ઓક્ટોબરનો બદલો
ગત અઠવાડિયે એક ઈઝરાયેલી અધિકારીએ સીએનએનને જણાવ્યું કે 1 ઓક્ટોબરના રોજ ઈરાને જે હુમલો કર્યો હતો ત્યારબાદ જવાબ આપવા માટે કેબિનેટ એકમત થઈ શકતી નહતી, પરંતુ શનિવારે રાતે મંજૂરી મળતા જ હુમલો કરી દેવાયો. બીજી બાજુ ઈરાનમાં બધા સૂઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટોનો અવાજ સાંભળીને તહેરાનના લોકો ઊંઘમાંથી જાગ્યા, જો કે હજુ એ વાતની જાણકારી સામે નથી આવી કે આ હુમલાઓથી કેટલું નુકસાન થયું. આ હુમલા બાદ ઈરાન અને ઈઝરાયેલમાં દુશ્મની વધી ગઈ છે. પશ્ચિમ એશિયામાં ત્યારબાદ હાલાત વધુ ખરાબ થવાનું જોખમ ઊભુ થયું છે. પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત કટ્ટરપંથી સમૂહ, ગાજામાં હમાસ અને લેબનોનમાં હિજબુલ્લાહ પહેલેથી જ ઈઝરાયેલ સાથે યુદ્ધ લડી રહ્યા છે.
કમાન્ડર સેન્ટરનો વીડિયો
ઈઝરાયેલી સેનાએ હુમલાના અનેક વીડિયો જારી કર્યા છે. તેમાંથી એક વીડિયો ઈઝરાયેલી એરફોર્સના કમાન્ડર સેન્ટરનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કમાન્ડ સેન્ટરમાં સૈન્ય અધિકારી ઈરાન પર થઈ રહેલા હુમલાના દિશા નિર્દેશ આપી રહ્યા છે. IDF દ્વારા જારી કરાયેલા એક વીડિયોમાં ઈઝરાયેલી ચીફ ઓફ જનરલ સ્ટાફ હર્જી હલેવીનો કેમ્પ રાબિન (કિર્યા)માં ઈઝરાયેલી વાયુસેનાના અંડરગ્રાઉન્ડ સેન્ટરથી ઈરાન પર હુમલાની કમાન સંભાળતા દેખાડાયા છે.
ઈઝરાયેલે કહ્યું કે અમારી પાસે જવાબ આપવાનો અધિકાર
જ્યારે શનિવારે જણાવ્યું કે તેણે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા છે. જો કે તેણે હુમલાઓ વિશે હાલ કોઈ વિસ્તૃત જાણકારી આપી નથી. ઈઝરાયેલી સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ પહેલેથી રેકોર્ડ કરાયેલા વીડિયો સંદેશમાં શનિવારે કહ્યું કે ઈરાનનું શાસન અને ક્ષેત્રમાં તેના સમર્થકો સાત ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યા છે. જેમાં ઈરાની ધરતીથી કરાયેલા સીધા હુમલા પણ સામેલ છે. તેમણે કહ્યું કે, દુનિયાના દરેક અન્ય સંપ્રભુ દેશની જેમ ઈઝરાયેલને પણ જવાબ આપવાનો અધિકાર છે અને આ તેનું કર્તવ્ય છે.
ઈઝરાયેલે અમેરિકાને જણાવીને કર્યો હુમલો
ઈરાન પર હુમલા અંગે અમેરિકાએ પણ તરત પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ઈરાન પર હુમલાથી ગણતરીની પળો પહેલા ઈઝરાયેલે તેની જાણકારી અમેરિકાને આપી હતી. અત્રે જણાવવાનું કે તે પહેલા અમેરિકાએ ઈઝરાયેલને અપીલ કરી હતી કે તે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા ન કરે. અમેરિકાના નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા સીન સાવેટે એક નિવેદનમાં કહ્યું કે સૈન્ય ઠેકાણા પર ટાર્ગેટેડ હુમલા આત્મ રક્ષાની કાર્યવાહી છે.
ઈરાને કર્યો સ્વીકાર
અત્રે જણાવવાનું કે ઈઝરાયેલે શનિવારે ઈરાન પર મોટો હુમલો કર્યો. ઈરાનની રાજધાની તહેરામ બોમ્બ ધડાકાથી ધણધણી ઉઠ્યું. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ મુજબ ઈરાનનું કહેવું છે કે ઈઝરાયેલી હુમલાએ ઈલમ, ખુજેસ્તાન અને તહેરાન પ્રાંતોમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા. જેનાથી મર્યાદિત નુકસાન થયું. તહેરાન ટાઈમ્સ મુજબ વિસ્ફોટો અંગે હજુ જાણકારી મળી નથી. જો કે કેટલાક સ્ત્રોતોથી સંકેત મળે છે કે ડ્રિલનો એક હિસ્સો તહેરાનની પાસે થયો. એક વરિષ્ઠ અમેરિકી સૈન્ય અધિકારીએ અલ ઝઝીરાને જણાવ્યું કે અમેરિકા ઈરાનના વિસ્ફોટોથી માહિતગાર છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ઈરાને કહેરાન, ખુજેસ્તાન, અને ઈલમ પ્રાંતોમાં સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો સ્વીકાર કર્યો છે. ઈઝરાયેલી મીડિયા મુજબ ઈરાન વિરુદ્ધ ત્રણ તબક્કામાં હુમલા કરાયા. અમેરિકા અને ઈઝરાયેલી અધિકારીઓનો હવાલો આપતા રિપોર્ટ્સમાં કહેવાયું કે પહેલો તબક્કો ઈરાની એર ડિફેન્સ પર કેન્દ્રીત હતો. જ્યારે બીજો અને ત્રીજો તબક્કો મિસાઈલ અને ડ્રોન અડ્ડાઓ તથા પ્રોડક્શન સાઈટ્સ પર કેન્દ્રીત હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે