અમેરિકાથી આવ્યા સારા સમાચાર! H-1B વિઝા હોલ્ડર્સના પતિ કે પત્ની હવે લાંબો સમય કરી શકશે નોકરી

ગુજરાતીઓ સહિત ભારતીયોમાં અમેરિકા જઈને નોકરી કરવાનો, ડોલર કમાવવાનો અને ત્યાં વસવાનો ભારે ક્રેઝ હોય છે. અહીં ભારતીયોમાં સૌથી વધુ લોકપ્રિય H-1B વિઝા છે. આ વિઝા મેળવનારા લોકોના સ્પાઉઝ એટલે કે પતિ કે પત્ની પણ અમેરિકામાં નોકરી કરી શકે છે. સરકારે H-1B વિઝા હોલ્ડર્સના સ્પાઉઝ માટે નવા નિયમોની જાહેરાત કરી છે. 

અમેરિકાથી આવ્યા સારા સમાચાર! H-1B વિઝા હોલ્ડર્સના પતિ કે પત્ની હવે લાંબો સમય કરી શકશે નોકરી

US H-1B Visa Spouses Rules: અમેરિકામાં કામ કરતા મોટાભાગના ભારતીયોને H-1B વિઝા મળતા હોય છે જેના દ્વારા તેઓ આઈટી કે એન્જિનિયરિંગ જેવા સેક્ટર્સમાં કામ કરે છે. H-1B વિઝા હોલ્ડર્સના સ્પાઉઝ એટલે કે પતિ કે પત્ની એમ કહો કે પાર્ટનરને પણ અમેરિકામાં કામ કરવાની મંજૂરી મળતી હોય છે. આ માટે તેમને H-4 વિઝા આપવામાં આવે છે. અમેરિકાએ H-4 વિઝા હોલ્ડર્સ માટે મોટી જાહેરાત કરી છે. જેના કારણે હવે તેઓ વધુ સમય સુધી દેશમાં કામ કરી શકશે. 

વાત જાણે એમ છે કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ H-1B અને L-1 વિઝા હોલ્ડર્સના જીવનસાથીઓ માટે નોકરી કરવાની પરિમિટનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે. સરકાર આવા લોકો માટે ઓટોમેટિક વર્ક પરમિટ રિન્યૂઅલ પીરિયડને 180 દિવસથી વધારીને 540 દિવસ કરશે. સરળ ભાષામાં કહો તો હવે H-1B અને L-1 વિઝા હોલ્ડર્સના સ્પાઉઝ અમેરિકામાં વધુ સમય સુધી નોકરી કરી શકશે. અમેરિકન સરકારે જણાવ્યું કે નવા નિયમ 13 જાન્યુઆરી 2025થી લાગૂ થશે. 

કોને મળશે નવા નિયમોનો ફાયદો?
જો કે નવા નિયમોનો ફાયદો એવા લોકોને જ થશે જેમની અરજી 4 મે, 2022 કે ત્યારબાદ કરેલી હશે. આ ફેરફારનો હેતુ વિઝા પ્રોસિસિંગમાં થનારા વિલંબના પગલે કામમાં આવતી અડચણોને ઓછી કરવાનો છે. નવા નિયમ કામમાં અડચણોને દૂર કરશે. H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથી  ((H-4 વિઝા) જે ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે અને  L-1 વિઝા  હોલ્ડર્સના જીવનસાથી (L-2 વિઝા), એ  તમામ આ નિયમોનો ફાયદો ઉઠાવી શકે છે અને વર્ક  પરમિટ માટે અરજી કરી શકે છે. 

DHS ના મંત્રી એલેઝાન્ડ્રો એન. મેયોરકાસે કહ્યું કે જાન્યુઆરી 2021થી અમેરિકામાં 1.6 કરોડથી વધુ નોકરીઓ ઊભી થઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી આ પદોને ભરવામાં કંપનીઓની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક ખાસ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ (EAD) માટે ઓટોમેટિક એક્સટેન્શન પીરિયડ વધારવાથી એવા નિયમોને ખતમ કરવામાં મદદ મળશે, જેમના કારણે કંપનીઓ પર બોજો પડે છે. તેનાથી એ સુનિશ્ચિત થશે કે લાખો લોકો અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news