G20 Summit: PM મોદીએ સ્પેનના પ્રધાનમંત્રી સાંચેઝ સાથે કરી મુલાકાત, અફઘાનિસ્તાન સહિત આ મુદ્દે થઈ ચર્ચા

G20 Summit: વિદેશ મંત્રાલયે કહ્યુ કે, બંને નેતાઓએ વધતા દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ સંબંધોનું સ્વાગત કર્યું, જેમાં એરબેઝ સ્પેનથી 56 C295 વિમાન ખરીદવાના કરાર પર હસ્તાક્ષર સામેલ છે. 

G20 Summit: PM મોદીએ સ્પેનના પ્રધાનમંત્રી સાંચેઝ સાથે કરી મુલાકાત, અફઘાનિસ્તાન સહિત આ મુદ્દે થઈ ચર્ચા

નવી દિલ્હીઃ G20 Summit: ઇટાલીના રોમમાં G-20 શિખર સંમેલનના તકે પોતાના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ સાથે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતની માળખાગત સુવિધામાં સ્પેનને વધુ રોકાણ માટે આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન બંને નેતાઓએ મજબૂત દ્વિપક્ષીય સંબંધો, પારસ્પરિક હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યુ, જેમાં અફઘાનિસ્તાન અને હિંદ-પ્રશાંતમાં સ્થિતિ પણ સામેલ છે. 

જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પોતાના ઇતાવલી સમકક્ષ મારિયો દ્રાધીના નિમંત્રણ પર અહીં પહોંચેલા પીએમ મોદીએ સાંચેઝ સાથે બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુ- સાંચેજ કાસ્ટેજોન, તમને મળીને ખુશી મળી. આજની વાતચીત ભારત અને સ્પેન વચ્ચે પ્રગાઢ મિત્રતાને મજબૂતી આપશે. અમે વાણિજ્ય, ટેક્નોલોજી અને પર્યાવરણ સહિત વિભિન્ન વિષયો પર ઉપયોગી ચર્ચા કરી છે. 

વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં કહ્યું કે, બંને નેતાઓએ વધતા દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ સંબંધોનું સ્વાગત કર્યું, જેમાં એરબેઝ સ્પેનથી 56 C295 વિમાન ખરીદવાના કરાર પર હસ્તાક્ષર સામેલ છે, જેમાંથી 40 ટાટા એડવાન્સ સિસ્ટમ્સના સહયોગથી ભારતમાં નિર્મિત થશે. 

બંને નેતાઓએ ઈ-ગતિશીલતા, સ્વચ્છ તકનીક, ઉન્નત સામગ્રી અને ઉંડા સમુદ્રમાં શોધ જેવા નવા ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અને વિસ્તારિક કરવા પર સહમતિ થઈ છે. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ સ્પેનનને ભારતમાં ગ્રીન નાઇડ્રોજન, પાયાનું આંતરમાળખું અને રક્ષા ઉત્પાદન સહિત ઘણા ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા છે. 

બંને નેતાઓએ ગ્લાસગોમાં આગામી સીઓપી26 શિખર સંમેલનમાં ભારત-યુરોપીયન સંઘ સંબંધોની સાથે-સાથે જળવાયુ કાર્યવાહી અને પ્રાથમિકતાઓ પર સહયોગને લઈને ચર્ચા કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમણે અફઘાનિસ્તાન અને હિંદ પ્રશાંત સહિત આસપી હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે. 

ઓગસ્ટમાં કાબુલમાં તાલિબાનના સત્તામાં આવ્યા બાદ ભારતે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશને ધમકાવવા કે હુમલો કરવા કે અથવા આતંકવાદીઓને આસરો આપવા કે તાલિમ આપવા કે હુમલાની યોજના માટે ન બનાવવાની વાત પર ભાર આપ્યો હતો.
 
ભારત, યુએસ અને અન્ય કેટલીક વિશ્વ શક્તિઓ સંસાધનથી સમૃદ્ધ પ્રદેશમાં ચીનના વધતા સૈન્ય દાવપેચની પૃષ્ઠભૂમિમાં મુક્ત, ખુલ્લું અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક સુનિશ્ચિત કરવાની જરૂરિયાત વિશે વાત કરી રહી છે. મોદીએ એમ પણ કહ્યું કે તેઓ આવતા વર્ષે પ્રધાનમંત્રી સાંચેઝનું ભારતમાં સ્વાગત કરવા ઉત્સુક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news