સાઉદી અરેબિયાની 2 સૌથી મોટી ઓઈલ ફેસિલિટી પર ડ્રોન હુમલો, ભીષણ આગ ફાટી નીકળી

સાઉદી અરેબિયામાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. અહીંના અબકેક અને ખુરૈસમાં આવેલી બે સૌથી મોટી ઓઈલ ફેસિલિટીઝમાં આગ ફાટી નીકળી છે.

સાઉદી અરેબિયાની 2 સૌથી મોટી ઓઈલ ફેસિલિટી પર ડ્રોન હુમલો, ભીષણ આગ ફાટી નીકળી

નવી દિલ્હી: સાઉદી અરેબિયામાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. અહીંના અબકેક અને ખુરૈસમાં આવેલી બે સૌથી મોટી ઓઈલ ફેસિલિટીઝમાં આગ ફાટી નીકળી છે. કહેવાય છેકે આ આગની ઘટના બંને ઓઈલ ફેસિલિલીટમાં ડ્રોન હુમલા બાદ ઘટી. આ બંને ઓઈલ ફેસિલિટીનું સંચાલન સાઉદી અરેબિયાની સૌથી મોટી કંપની સાઉદી અરામકો કરે છે. 

મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ વહેલી સવારે 4 કલાકે ઔદ્યોગિક સુરક્ષા દળોની ટીમોએ ફાયરિંગનો જવાબ આપ્યો. અબકેક અને ખુરાઈસ સ્થિત ફેસિલિટી સેન્ટર્સ પર ડ્રોન એટેક થયો હતો. બંને જગ્યાઓએ આગ પર કાબુ મેળવી લેવાયો છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ હાલ દેશના પૂર્વ ભાગમાં થયેલા ડ્રોન હુમલાને લઈને તપાસ થઈ રહી છે અને એ જાણવાની કોશિશ કરાઈ રહી છે કે આ હુમલા પાછળ કોનો હાથ છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ગત મહિને પણ અરામકોના નેચરલ ગેસના ફેસિલિટી સેન્ટર પર હુમલો થયો હતો. જો કે તેમાં જાનમાલનું કોઈ નુકસાન થયું નહતું. આ હુમલાની જવાબદારી યમનના હથિયારધારી હૂથી વિદ્રોહી સંગઠને લીધી હતી. 

નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી હૂથી વિદ્રોહીએએ ક્રોસ બોર્ડર મિસાઈલો દ્વારા સાઉદી અરેબિયાના એરબેસ ઉપર પણ હુમલો કર્યો છે. જો કે આજે થયેલા આ હુમલા અંગે હજુ કોઈ પણ સંગઠને જવાબદારી લીધી નથી. અત્રે જણાવવાનું કે આ વર્ષ મે મહિનાથી ગલ્ફ વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. એટલે સુધી કે જૂનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હવાઈ હુમલાની જાહેરાત સુદ્ધા કરી દીધી હતી. પરંતુ છેલ્લી ઘડીએ પલટી મારી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news