શાહરૂખ ખાનની ટીમે બનાવ્યો ટી20 ક્રિકેટનો વિશાળ સ્કોર, તોડ્યા ઘણા રેકોર્ડ
ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે 2 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 267 રન બનાવ્યા, જે ટી20 ક્રિકેટનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેરેબિયન ધરતી પર આ સમયે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) રમાઇ રહી છે. આ લીગમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પણ એક ટીમ છે, જેનું નામ ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ (Trinbago Knight Riders) છે. આ ટીમે સીપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે, આ સાથે ટી20 ક્રિકેટમાં ઘણા રેકોર્ડ પણ તોડી દીધા છે.
ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે સીપીએલની દસમી લીગ મેચમાં ક્રિસ ગેલની આગેવાની વાળી જમૈકા થલાવાઝ (Jamaica Tallawahs) વિરુદ્ધ 267 રનનો વિશાળ સ્કોર કર્યો છે. આ મુકાબલામાં જમૈકા થલાવાઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ કિરોન પોલાર્ડની આગેવાની વાળી ટીમે તોફાની અંદાજમાં બેટિંગ કરી અને એક મોટો ટાર્ગેટ જમૈકા થવાલાઝ માટે સેટ કર્યો હતો.
ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ તરફથી ઓપનિંગ બેટ્સમેન લેન્ડલ સિમન્સે 42 બોલમાં 86 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ છે. તો સુનીલ નરેન 20 રન બનાવી આઉટ થયો હતો, પરંતુ કોલિન મુનરોએ 50 બોલમાં અણનમ 96 રન ફટકાર્યા હતા. કોલિન મુનરોએ પોતાની આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.
આ સિવાય કેપ્ટન કિરોન પોલાર્ડે 17 બોલમાં અણનમ 45 રન બનાવીને જમૈકાની કમાર તોડી દીધી હતી. પોલાર્ડે આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે 2 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 267 રન બનાવ્યા, જે ટી20 ક્રિકેટનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે.
ટી20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર
278/3 અફઘાનિસ્તાન
278/4 કેગ રિપબ્લિક
267/2 ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ
263/5 રોયલ ચેલેન્જર્સ બેંગલોર
263/3 ઓસ્ટ્રેલિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે