કોરોના વચ્ચે વિશ્વનું પ્રથમ એવું શહેર જેમાં કહ્યું કે, માસ્ક છોડો અને ચોખ્ખી હવા ફેફસામાં ભરો

એક તરફ કોરોના વાયરસના કારણે જ્યાં લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. બીજી તરફ ચીનની રાજધાનીમાં કંઇક અલગ જ સલાહ આપવામાં આવી રહી છે. આ સલાહ પણ એવા સમયે જ્યારે કોરોના વાયરસનું કારક જ ચીનને માનવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે મહિનાઓ સુધી માસ્ક પહેરવા માટે મજબુર બીજિંગનાં લોકો હવે બહાર નિકળવા અને ખુલ્લી હવા હવામાં માસ્ક વગર શ્વાસ લઇ શકશે કારણ કે અહીં બહાર નિકળવા અંગે અને તેને પહેરવુ હવે ફરજીયાત નથી.
કોરોના વચ્ચે વિશ્વનું પ્રથમ એવું શહેર જેમાં કહ્યું કે, માસ્ક છોડો અને ચોખ્ખી હવા ફેફસામાં ભરો

બીજિંગ : એક તરફ કોરોના વાયરસના કારણે જ્યાં લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. બીજી તરફ ચીનની રાજધાનીમાં કંઇક અલગ જ સલાહ આપવામાં આવી રહી છે. આ સલાહ પણ એવા સમયે જ્યારે કોરોના વાયરસનું કારક જ ચીનને માનવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે મહિનાઓ સુધી માસ્ક પહેરવા માટે મજબુર બીજિંગનાં લોકો હવે બહાર નિકળવા અને ખુલ્લી હવા હવામાં માસ્ક વગર શ્વાસ લઇ શકશે કારણ કે અહીં બહાર નિકળવા અંગે અને તેને પહેરવુ હવે ફરજીયાત નથી.

કોવિડ 19 ના સમગ્ર વિશ્વમાં પ્રકોપ વચ્ચે બીજિંગ, ચીનનું અને કદાચ વિશ્વનું એવું પગલું ઉઠાવનારુ પ્રથમ શહેર છે. આ સંકેત મળે છે કે, ચીનની રાજધાનીમાં કોરોના વાયરસ સંબંધિત સ્થિતી કાબુમાં છે. ચાઇના ડેલીના સમાચાર અનુસાર બીજિંગ સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલે આ અંગે નવા દિશા નિર્દેશોની જાહેરાત કરી કરી છે. કેન્દ્રએ કહ્યું કે, લોકોને બહાર નિકળવા અંગે માસ્ક પહેરવાની જરૂર નથી પરંતુ હજી પણ તેમને નજીકનાં સંપર્કથી બચીને રહેવું જોઇએ.

માત્ર એટલું જ નહી સંસદ સત્ર કોરોના વાયરસના પ્રકોપને જોતા પહેલા સ્થગિત કરી દેવાયું હતું પરંતુ હવે દેશમાં સંક્રમણના કેસમાં થઇ રહેલા ઘટાડાને જોતા તેનું 22 મેનું આયોજન કરવામાં આવી શકે છે.

ચીનમાં શાળા કોલેજો ખુલી અને વિમાનનું સંચાલન શરૂ
ચીનમાં રવિવારે કોરોનાનાં વાયરસનાં પાંચ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વાણીજ્યીક કેન્દ્ર શંઘાઇએ આ શાળાઓને ફરીઝી ખોલવા અને એરલાઇનને વિમાનનું સંચાલન ચાલુ કરવાની જાહેરાત કરી. નવા કેસમાં બે આયાતીત કેસ આવ્યા છે અને ત્રણ ઉત્તરપૂર્વી પ્રાંત જિલિનથી સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news