રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ વિવાદમાં ઘેરાયા ટ્રમ્પ, લેખિકાએ કર્યો ચોંકાવનારો દાવો

ન્યૂયોર્કમાં રહેતી એક લેખિકા અને કોલમિસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ વિવાદમાં ઘેરાયા ટ્રમ્પ, લેખિકાએ કર્યો ચોંકાવનારો દાવો

વોશિંગ્ટન: ન્યૂયોર્કમાં રહેતી એક લેખિકા અને કોલમિસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જો કે રાષ્ટ્રપતિએ આરોપોથી ઈન્કાર કરતા તેને બનાવટી સમાચાર ગણાવ્યાં છે. ઈ. જીન કૈરોલના નવા 'પુસ્તક વ્હોટ ટુ વી નીડ મેન ફોર?'માં લખ્યું છે કે લગભગ બે દાયકા અગાઉ 1990ના દાયકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કના બેર્ગડોર્ફ ગુડમેને ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તેમની જાતીય સતામણી કરી હતી. 

પુસ્તકમાં ટ્રમ્પનું નામ લેવાયું નથી
આ પુસ્તકના અંશ સૌથી પહેલા ન્યૂયોર્ક મેગેઝીનની વેબસાઈટ પર પ્રકાશિત થયા હતાં. જો કે કૈરોલ, પુસ્તકના પ્રકાશિત ભાગમાં ટ્રમ્પનું નામ લઈ રહી નથી. પરંતુ હેડલાઈનમાં તેમનું નામ જરૂર છે. હેડલાન છે 'વાહિયાત આદમી ડોનાલ્ડ ટ્રમ્પે 23 વર્ષ અગાઉ બેર્ગડોર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં મારી જાતીય સતામણી  કરી. પરંતુ મારા જીવનના ખરાબ પુરુષોની સૂચિમાં તેઓ એકલા નથી.'

પત્રિકામાં પ્રકાશિત પુસ્તકના અંશ મુજબ કૈરોલ તત્કાલિન રિયલ એસ્ટેટ મુગલ ટ્રમ્પને બેર્ગડોર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં મળી હતી. બંનેએ એકબાજીને ઓળખ્યા અને બંનેમાં મિત્રતાપૂર્ણ વાતચીત થઈ. પરંતુ ત્યારબાદ ટ્રમ્પ હિંસક થઈ ગયાં અને કૈરોલે તેની આગળ ડ્રેસિંગ રૂમમાં પોતાની સાથે ઘટેલી બળાત્કારની ઘટનાનું વર્ણન કર્યું છે. 

લાંબા સમય સુધી એલે મેગેઝીનમાં કોલમિસ્ટ રહેી ચૂકેલા 75 વર્ષના કૈરોલ સહિત 16 મહિલાઓએ છેલ્લા કેટલાક દાયકાઓમાં ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવેલો છે. મોટાભાગના  આરોપ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ લાગ્યાં હતાં. જો કે ટ્રમ્પે આ આરોપને ફગાવ્યો છે. એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ ક્યારેય કૈરોલને મળ્યા નથી. 

ટ્રમ્પે કહ્યું કે "ઈ.જીન કૈરોલની આ કહાની, જેમાં તેઓ 23 વર્ષ અગાઉ બેર્ગડોર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં મને મળ્યાનો દાવો કરી રહ્યાં છે. હું ક્યારેય મારા જીવનમાં આ વ્યક્તિને મળ્યો નથી. તેઓ પોતાનું પુસ્તક વેચવાની કોશિશ કરે છે....તેનાથી તેમની દાનત છતી થાય છે. તેને ગલ્પ શ્રેણીમાં વેચવી જોઈએ."

જુઓ LIVE TV

લાંબા લચક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કેજે રીતે જૂલી વેટનિકે ન્યાયમૂર્તિ બ્રેટ કાવા પર ખોટો આરોપ લગાવ્યો હતો....તે રીતે પબ્લિસિટી, પુસ્તક વેચવા કે રાજકીય એજન્ડા હેઠળ જાતીય સતામણીની આવી ખોટી કહાનીઓ ઘડી નાખનારા લોકોને શરમ આવવી જોઈએ. તેમણે સવાલ કર્યો કે આ ઘટનાનો કોઈ વીડિયો ફૂટેજ કે સ્ટોરમાં સાક્ષી છે. 

તેમણે કહ્યું કે મિસ કૈરોલ અને ન્યૂયોર્ક મેગેઝીન: કોઈ તસવીર નહી? કોઈ સર્વિલાન્સ નહીં? કોઈ રિપોર્ટ નહીં? કોઈ કર્મચારી પણ આસપા નહીં? હું બેર્ગડોર્ફ ગુડમેનનો આભાર માનવા માંગુ છે કે તેમમે આ ઘટનાના કોઈ વીડિયો ફૂટેજ ન હોવાની પુષ્ટિ કરી છે. કારણ કે આવું ક્યારેય બન્યું જ નથી. 

ટ્રમ્પે કહ્યું કે "જો કોઈની પાસે સૂચના હોય કે ડેમોક્રિટેક પાર્ટી મિસ કૈરોલ કે ન્યૂયોર્ક મેગેઝીનની સાથે કામ કરી રહ્યાં છે તો કૃપા કરીને જલદી સૂચના આપે. દુનિયાને પણ ખબર પડે કે શું ચાલી રહ્યું છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news