ચીનની આંખમાં દેખાયું ઝેર, ભારતને આપી ધમકી, જાણો શું કહ્યું...
Trending Photos
નવી દિલ્હી: ચીને 83 દિવસમાં ત્રીજી વખત ભારતને પરાજિત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેંગોંગ લેકના દક્ષિણ છેડે શેનપાઓ પહાડો નજીક સોમવારે સાંજે 5:30થી સાંજના 6:30 વાગ્યાની વચ્ચે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તૈનાત ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાએ વોર્નિંગ શોટ ફાયર કરી ચીનના સૈનિકોને ભગાડ્યા હતા.
હવે ચીને ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ધમકી આપી છે. ચીને ધમકી આપી છે કે ભારતે ફરી એકવાર પીએલએની તાકાત બતાવવી પડશે. એટલું જ નહીં, ચીને ભારતના મીડિયા રિપોર્ટિંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. અખબારે લખ્યું છે કે ભારતનું મીડિયા તે જ દેખાડે છે જે તેમની જનતા જોવાનું પસંદ કરે છે અને ચીનની સેના દરેક રીતે ભારતીય સેનાથી શ્રેષ્ઠ છે.
કાગળ પર જોવા મળ્યો ચીનનો ડર
તેની ભૂલ સ્વીકારવાને બદલે, ચીન આ ઘટનાને ઊલટું ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહી કરવાનો આરોપ લગાવી રહ્યું છે. ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા કર્નલ ઝાંગ શુલઈએ આ નિવેદન જારી કરીને આક્ષેપ કર્યો છે. આ પહેલીવાર હતું જ્યારે કાગળ પર ચીનનો ભય દેખાયો. ચીની આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડની અખબારી યાદીનો એક-એક શબ્દ સંદેશો આપી રહ્યો છે કે ચીન આક્રમક ભારતથી ગભરાવા લાગ્યો છે. ચીનને ભારતની તાકાતનો ખ્યાલ આવી ગયો છે. જરા વિચારો, ચીન આર્મીની અખબારી યાદીના શબ્દો પર, ચીન કહે છે:
ભારતીય સેનાએ ચીનના બોર્ડર ગાર્ડ્સ પર ફાયરિંગ કર્યું. ભારતે કરારોનું ભારે ઉલ્લંઘન કર્યું હતું. અમે ભારતીય પક્ષને વિનંતી કરીએ છીએ. ભારતે ખતરનાક કાર્યવાહીઓને તરત જ બંધ કરી દે. ભારતે પોતાના સૈનિકોને પાછા બોલાવે. તપાસ બાદ ભારતે તેના સૈનિકોને સજા કરવી જોઈએ.
આ બધા શબ્દો અને વાક્યો ચીનના સૈન્યના છે જે હંમેશા ઘમંડમાં ચૂર રહે છે. જે પોતાને દરેક નિયમ અને કરારથી ઉપર માને છે. જે દરેક મુદ્દે ભારતીય સૈન્યને ધમકી આપે છે. આજે ચીનની તે જ સેનાનું ઘમંડ ચૂર-ચૂર થઇ ગયું છે. લદાખમાં એક નહીં ત્રણ-ત્રણ પરાજય બાદ હવે તે ધમકી સ્વરૂપે વિનંતીનો અવાજ આવ્યો છે સાથોસાથ, ચીન હવે જુઠ્ઠાણા અને કપટનો આશરો લઈ રહ્યું છે. ખોટા નિવેદનો અને ભારત પર એલ.એ.સી. પાર કરવાના આક્ષેપો સાથે, હવે તે કપટી રાજદ્વારી ચાલ ચાલી રહ્યું છે. તે હાર અને નબળા લોકોની નિશાની છે. દેખીતી રીતે, ચીને તેની શક્તિનો ભ્રમ અત્યાર સુધીમાં દુનિયાને દાખાડ્યું હતું જે ભારતીય સેનાએ ખંડ-ખંડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે