Good News!: ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ
ઈંગ્લેન્ડમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ આપણા અને આપણા ઘરોમાં મળી આવતા કીટનાશક સ્પ્રેમાં કોરોના વાયરસને મારવાની તાકાત રહેલી છે. સિટ્રિયોડોલ નામનું આ રસાયણ સામાન્ય રીતે કીટનાશક, મચ્છર મારવાના સ્પ્રેમાં રહેલું હોય છે. બ્રિટનની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરી (Defence Science and Technology Laboratory -DSTL) ના વૈજ્ઞાનિકોએ આ અંગે પ્રાથમિક માહિતી ભેગી કરી છે.
Trending Photos
લંડન: ઈંગ્લેન્ડમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ આપણા અને આપણા ઘરોમાં મળી આવતા કીટનાશક સ્પ્રેમાં કોરોના વાયરસ (Corona Virus) ને મારવાની તાકાત રહેલી છે. સિટ્રિયોડોલ (Citriodiol) નામનું આ રસાયણ સામાન્ય રીતે કીટનાશક, મચ્છર મારવાના સ્પ્રેમાં રહેલું હોય છે. બ્રિટનની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરી (Defence Science and Technology Laboratory -DSTL) ના વૈજ્ઞાનિકોએ આ અંગે પ્રાથમિક માહિતી ભેગી કરી છે.
કોરોના પર ભારે આ રસાયણ
વૈજ્ઞાનિકોએ જાણ્યું છે કે સ્પ્રે ફોર્મમાં કીટનાશક બનાવનારી કંપનીઓ સિટ્રિયોડોલ નામના રસાયણનું ઉત્પાદન અને ઉપયોગ કરે છે. જેમાં કોરોના વિરુદ્ધ લડવાની ક્ષમતા રહેલી છે. એટલું જ નહીં જ્યારે સિટ્રિયોડોલના તરલ સ્વરૂપને કોરોના વાયરસ સાથે ભેળવવામાં આવ્યું તો કોરોના વાયરસ મરતા જોવા મળ્યાં.
આ સ્પ્રેએ કર્યો કમાલ
રિસર્ચ મુજબ "કીટનાશકોના સ્પ્રે અને કોરોના વાયરસને એકસાથે ભેળવવામાં આવ્યાં જેમાં કોરોના વયારસનો ખાત્મો જોવા મળ્યો. એટલું જ નહીં મોઝી ગાર્ડ (Mosi-guard) નામના સ્પ્રેએ તો કમાલ કરી નાખી અને તેણે વાયરસ પર એવી તે અસર કરી કે તે કોઈ કામના ન રહ્યાં. તેનો અર્થ એ કે કોઈ વ્યક્તિ વ્યક્તિના શરીરમાં ઘૂસવા માટે સમર્થ જ ન રહ્યાં."
નીલગીરીના ફૂલોમાંથી મળે છે સિટ્રિયોડોલ
રિસર્ચ મુજબ સ્પ્રેમાં ઉપયોગમાં લેવાતું સિટ્રિયોડોલ(Citriodiol) કેમિકલ નીલગીરીના ફૂલો, છાલમાંથી મળે છે. જે એશિયા, દક્ષિણ અમેરિકા, અને આફ્રિકામાં મોટાભાગે મળી આવે છે.
હાલ પ્રાથમિક પરિણામો, ઉતાવળ યોગ્ય નથી
બ્રિટિશ રક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ રિસર્ચ બહુ આગળ સુધી ગયો નથી પરંતુ અભ્યાસના પ્રાથમિક પરિણામો છે. આ પરિણામો એટલા માટે બહાર પાડવામાં આવ્યાં જેથી કરીને દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના પર રિસર્ચમાં મદદ મળી શકે. આમ તો મે મહિનાથી જ બ્રિટિશ સૈનિકો મચ્છર મારવામાં ઉપયોગમાં લેવાતા સ્પ્રેનો ઉપયોગ કોરોનાથી બચવામાં કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે