જન્મજાત નાગરિક્તાના અધિકારે 'બર્થ ટૂરિઝમ' ઉદ્યોગ ઊભો કર્યો છેઃ ટ્રમ્પ

ટ્રમ્પે જણાવ્યું કે, 'આ નીતિએ અમેરિકામાં આવીને બાળકને જન્મ આપવાની પ્રક્રિયાને એક ઉદ્યોગનું સ્વરૂપ આપી દીધું હતું, જેને 'બર્થ ટૂરિઝમ' કહેવામાં આવે છે, જ્યાં દુનિયાભરમાંથી ગર્ભવતી માતાઓ અમેરિકામાં આવે છે અને બાળકને જન્મ આપવાની સાથે તેને આજીવન નાગરિક્તા અપાવી દે છે'

જન્મજાત નાગરિક્તાના અધિકારે 'બર્થ ટૂરિઝમ' ઉદ્યોગ ઊભો કર્યો છેઃ ટ્રમ્પ

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવે છે કે, અમેરિકામાં જન્મની સાથે જ નાગરિક્તાની જોગવાઈએ દેશમાં એક 'બર્થ ટૂરિઝમ' ઉદ્યોગને જન્મ આપ્યો છે અને ચીનના લોકો આ 'મૂર્ખતાપૂર્ણ નીતિ'નો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. 

'બર્થ ટૂરિઝમ'નો આશય લોકો દ્વારા માત્ર બાળકને જન્મ આપવા માટે જ બીજા દેશમાં જવાનું ચલણ છે. જેમાં અનેક લોકો બાળકને જન્મ આપ્યા બાદ સ્વદેશ પણ પરત ફરી જતા હોય છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગલવારે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, બિન-અમેરિકન માતા-પિતાના અમેરિકામાં જન્મેલા બાળકને આપમેળે નાગરિક્તા ન આપવા માટે તેઓ વટહૂકમનો માર્ગ અપનાવી શકે છે. 

ટ્રમ્પે મિસોરીના કોલંબિયામાં ચૂંટણી રેલીમાં પોતાનાં સમર્થકોને સંબોધિત કરતા જણાવ્યું કે, 'આ નીતિએ સંપૂર્ણપણે એક ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેને 'બર્થ ટૂરિઝમ' કહેવામાં આવે છે. જેમાં સમગ્ર દુનિયામાંથી ગર્ભવતી માતાઓ અમેરિકામાં આવે છે અને બાળકને જન્મ આપીને તેને આજીવન નાગરિક્તા અપાવી દે છે.'

રાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો કે, વિરોધ પક્ષ ડેમોક્રેટ કોઈ પણ ગેરકાયદે વિદેશી જન્મેલા બાળકને આપમેળે જ જન્મજાત નાગરિક્તા આપવાની તરફેણ કરતા રહ્યા છે. તેમણે જણાવ્યું કે, 'આવા લોકો માત્ર કેટલોક સમય જ આપણી ધરતી પર રહેતા હોય છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news