ઈશનિંદા પછી હવે રાજદ્રોહ.... ઇમરાન ખાનને કાયદાકીય બાબતોમાં ફસાવવાની તૈયારીમાં પાક સરકાર

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ ખાનની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની વિશેષ સમિતિની એક બેઠકમાં ગુરૂવારે ખાન અન્ય વિરુદ્ધ આઝાદી માર્ચ બાદ રાજદ્રોહનો કેસ ચલાવવા મુદ્દે વિચાર કરવામાં આવ્યો. 

ઈશનિંદા પછી હવે રાજદ્રોહ.... ઇમરાન ખાનને કાયદાકીય બાબતોમાં ફસાવવાની તૈયારીમાં પાક સરકાર

ઇસ્લામાબાદઃ સત્તામાંથી હટ્યા બાદ પણ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સતત ચર્ચામાં છે. પાક સરકાર પૂર્વ પીએમ ખાન અને ગિલગિત-બાલ્ટિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રીઓ પર રાજદ્રોહનો કેસ શરૂ કરવાનો વિચાર કરી રહી છે. શરીફ શરકારે પાછલા મહિને અહીં એક વિરોધ પ્રદર્શન દરમિયાન ફેડરેશન પર હુમલાનું ષડયંત્ર રચવા માટે ખાન વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાનું મન બનાવ્યું છે. મહત્વનું છે કે આ પહેલાં મદીનામાં પીએમ શાહબાઝ શરીફ વિરુદ્ધ થયેલી નારેબાજી મામલામાં ખાન વિરુદ્ધ ઈશનિંદાનો આરોપ લગાવવામાં આવી ચુક્યો છે. તેવામાં સરકાર વિરુદ્ધ ક્રાંતિની તૈયારી કરી રહેલા ખાન કાયદાકીય બાબતોમાં ફસાતા જોવા મળી રહ્યાં છે. 

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ ખાનની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની વિશેષ સમિતિની એક બેઠકમાં ગુરૂવારે ખાન અન્ય વિરુદ્ધ આઝાદી માર્ચ બાદ રાજદ્રોહનો કેસ ચલાવવા મુદ્દે વિચાર કરવામાં આવ્યો. મહત્વનું છે કે આ માર્ચ બાદ રાજધાની ઇસ્લામાબાદમાં ઘણી જગ્યાએ હિંસા અને તોડફોડ થઈ હતી. 

પાકિસ્તાનમાં સત્તા ગુમાવ્યા બાદ સરકાર પર સમય પહેલા ચૂંટણી કરાવવા માટે દબાવ બનાવવા 25 માર્ચે આ માર્ચ કાઢવામાં આવી હતી. પરંતુ માર્ચ સફળ રહી નહીં અને આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. માર્ચ દરમિયાન સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડવા માટે સરકાર ઇમરાન ખાન અને અન્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાનો વિચાર કરી રહી છે. 

પાકિસ્તાનની સરકારી ન્યૂઝ એજન્સી પ્રમાણે સમિતિને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ની માર્ચ અને ફેડરેશન પર હુમલો કરવાના ષડયંત્ર વિશે માહિતી આપવામાં આવી હતી. અહેવાલ અનુસાર- કેબિનેટ કમિટી (પીટીઆઈ પ્રમુખ ઇમરાન ખાન અને ખૈબર પખ્તૂનખ્વા તથા ગિલગિત-બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રીઓ મહમૂદ ખાન તથા ખાલિદ ખુર્શીદ વિરુદ્ધ કલમ 124 એ હેઠળ રાજદ્રોહના કેસ પર વિચાર કરવામાં આવ્યો). ત્યારબાદ કેબિનેટે અંતિમ ભલામણ કરવા માટે અને આગળની ચર્ચા માટે બેઠક છ જૂન સુધી સ્થગિત કરી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news