ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા સુરત અને બારડોલીના લોકોની માંગ
સુરતના ભાટીયા ટોલનાકા પર વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ઉગ્ર લડતના મંડાણ શરૂ થઈ ચૂક્યા છે. સંઘર્ષ સમિતિની ઉગ્ર લડતના મંડાણ વચ્ચે આજ રોજ જન-જાગૃતિ માટે સુરતના જહાંગીરપુરા ખાતે વાહન ચાલકોને પત્રિકાનું વેચાણ કરવામાં આવ્યું. સંઘર્ષ સમિતિ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને પંદર દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, જો સુરત અને બારડોલીના વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ નહિ આપવામાં આવે તો હજીરાથી બારડોલી પટ્ટા પર ચક્કાજામની સ્થિતિ ઉભી કરવામાં આવશે.