રાજસ્થાનમાં ગરમીનો પારો 50ને પાર, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતાં જાનમાલને નુકસાન

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, કેરળમાં 6 જૂનના રોજ ચોમાસાનું આગમન થશે. ત્યારે ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં વરસાદનું આગમન થશે. આ દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજસ્થાનના ચૂરુમાં 50.8 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. સમગ્ર દેશમાં સૌથી વધારે તાપામાન રાજસ્થાનના ચુરુમાં ગરમી નોંધાઈ. ગરમીથી બચવા માટે લોકોએ ઠંડા પાણીનો સહારો લીધો છે. તો ફાયર વિભાગે રસ્તા પર પાણી છાંટવાની કામગીરી શરૂ કરી છે. જિલ્લા કલેકટરે લોકોને બહાર ન નીકળવાની સૂચના આપી છે.

Trending news