અમદાવાદમાં ઈન્કમટેક્ષનું સુપર ઓપરેશન, દિશમાન ફાર્મા પર આઈટીના દરોડા
અમદાવાદમાં ઈન્કમટેક્ષ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની જાણીતી કંપની દીશમાન ફાર્મા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. બાવળા ખાતે આવેલી ફેકટરી સહિત 18 સ્થળોએ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ચેરમેન સહિતના ડાયરેક્ટરોના ઘર પર આઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.