LGvsAAP: સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, કેજરીવાલને લાગ્યો ઝટકો
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે અધિકારીઓની નિયુક્તિ અને ટ્રાન્સફરના અધિકાર કેન્દ્રની પાસે હોવા જોઈએ કે દિલ્હી સરકાર પાસે તે મામલે અલગ અલગ મત વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં પબ્લિક સર્વિસ કમિશનને લઈને બંને જજોના અલગ મત છે. જસ્ટિસ સિકરીએ કહ્યું કે ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે.