બજેટ 2020: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઇ જાણો શું કરી નીતિન પટેલે જાહેરાત
શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઈ કરાઈ છે. નવી school of excellence યોજનાની જાહેરાત કરવામાં આવી. રાજ્યની શાળાઓ પૈકી 500 શાળાઓને school of excellence તરીકે વિકસાવવામાં આવશે. જેના માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓના નવા 7000 ખંડોના બાંધકામ હાથ ધરવા માટે 650 કરોડની જોગવાઈ કરાઈ છે. શાળાકીય શિક્ષણ ગુણવત્તા સુધારવા અને યોજનાઓના online real time માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ મજબૂત બનાવવા માટે 188 કરોડની જોગવાઈ મૂકાઈ છે.