ભરૂચ: પ્રેમ લગ્ન કરતા નવદંપતિ પર હુમલો, પત્નીનું મોત
ભરૂચ જિલ્લાના રાજપારડી સારસા ડુંગર નજીક નવદંપતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં પત્નીનું મોત થયું છે જ્યારે પતિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્રેમ લગ્નની રિસ રાખી યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.