VIDEO : Zomato ડ્રોન વડે કરશે ફૂડ ડિલીવરી, મિનિટોમાં જમવાનું પહોંચાડશે તમારા ઘરે
Trending Photos
નવી દિલ્હી: ઓનલાઇન ઓર્ડરિંગ એન્ડ ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ Zomato એ ડ્રોન દ્વારા જમવાની ડિલીવરી કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા કહ્યું કે ડ્રોન ડિલીવરી ટેક્નોલોજીનો સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરી લીધું છે. શરૂઆત ગ્રાહકો પાસે ઓછા સમયમાં પહોંચાડવા માટે છે.
પ્રદૂષણ અને ટ્રાફિકથી મળશે રાહત
આ ડ્રોન ઝોમેટો દ્વારા લખનઉ બેસ્ડ ડ્રોન સ્ટાર્ટઅપ TechEagle ને ખરીદવા માટે એક મહિના બાદ આવ્યો છે. TechEagle જે UAV બનાવ્યો છે, તે એક હાઇબ્રિડ એરક્રાફ્ટ છે. ડ્રોન દ્વારા ફૂડ ડિલીવરી કરવામાં ઓછો સમય લાગશે આ ઉપરાંત પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મળશે. ઝોમેટોએ એ પણ જણાવ્યું કે ડ્રોન ડીજીસીએની ગાઇડલાઇનના અનુસાર કામ કરશે.
સપનું નહી ટૂંક સમયમાં હકીકતમાં બદલશે ડ્રોન ફૂડ ડિલીવરી
ઝોમેટોએ જણાવ્યું કે ડ્રોનનું ટેસ્ટિંગ એક અઠવાડિયા પહેલાં રિમોટ સાઇટ પર કરવામાં આવી. આ સાઇટ ડીજીસીએથી એપ્રૂવ્ડ છે. ફૂડ ડિલીવરી કંપનીના અનુસાર આ પ્રકારનું ટેસ્ટિંગ રિમોટ સાઇટ પર કરવામાં આવે છે, જેમને આવા ટેસ્ટિંગ માટે તૈયાર કરવામાં આવે છે. ઝોમેટાના સંસ્થાપક અને સીઇઓ દ્રીપેંદ્વ ગોયલે કહ્યું કે અમે સ્થાયી અને સુરક્ષિત ડિલીવરી ટેક્નોલોજી વિકસિત કરવા પર કામ કરી રહ્યા છીએ. આ ટેક્નોલોજીનું અમે પહેલાં ટેસ્ટિંગ કરી લીધું છે. તેમણે કહ્યું કે આ એક સપનું નથી પરંતુ ટૂંક સમયમાં હકિકતમાં બદલાશે.
Zomato ના અનુસાર બાઇક દ્વારા સરેરાશ 30.5 મિનિટમાં ફૂડ ડિલીવરી કરવામાં આવે છે. પરંતુ હવે ઓછા સમયમાં ડિલીવરી કરવા માટે કંપની દ્વારા ડ્રોન યૂઝ કરવાના પ્લાન પર કામ કરવામાં આવી રહ્યું છે. દુનિયાભરમાં ઘણી કંપનીઓ ડ્રોન બેસ્ડ ડિલીવરી પર કામ કરી રહી છે. આ પહેલાં ઇ-કોમર્સ કંપની અમેઝોન પણ ડ્રોનના માધ્યમથી પ્રોડક્ટ ડિલીવર કરવાની જાહેરાત કરી ચૂકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે