11 ડિસેમ્બરથી બદલાઈ જશે ફોનમાં મેસેજનો આ નિયમ; Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ફટાફટ જાણી લો...

TRAI New OTP Rule: 11 ડિસેમ્બરથી મેસેજિંગના નિયમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે Jio, Airtel, Vi કે BSNL યૂઝર છો તો તમારે તેના વિશે જરૂરથી માહિતી મેળવી લેવી જોઈએ. આ નિયમ તમારું મોટું ટેન્શન ખતમ કરનાર છે.

11 ડિસેમ્બરથી બદલાઈ જશે ફોનમાં મેસેજનો આ નિયમ; Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ફટાફટ જાણી લો...

TRAI New OTP Rule: શું તમે પણ Jio, Airtel, Vi અથવા તો BSNL યૂઝર છો અને બોગસ મેસેજથી પરેશાન થઈ ગયા છે, તો હવે ચિંતા ના કરો. ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI જલ્દીથી એક નવો નિયમ લાગૂ કરવા જઈ રહ્યો છે. જોકે, TRAI એ હાલમાં જ મેસેજ ટ્રેસિબિલિટી નિયમ લાવવાની જાહેરાત કરી હતી, જે હવે 11 ડિસેમ્બર 2024થી લાગૂ થવા જઈ રહ્યો છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે આ નિયમ 1 ડિસેમ્બરથી લાગૂ થશે પરંતુ તેના પહેલા જ TRAI એ એક પ્રેસ રિલઝ જાહેર કરીને તેની ડેડલાઈનને વધારી દીધી છે. આ નિયમ ખાસ કરીને બોગસ અને અનઓથરાઈઝ્ડ મેસેજને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ....

પહેલા સમજીએ શું છે આ નવો નિયમ?
TRAI એ સ્પષ્ટ કર્યું છે કે 11 ડિસેમ્બર 2024થી કોઈ પણ એવા મેસેજને એક્સેપ્ટ કરી શકાશે નહીં, જેમાં ટેલીમોર્કેટર્સ દ્વારા નિર્ધારિત નંબર સીરિઝનો ઉપયોગ કરવામાં આવ્યો નહોય. આ ફેરફારથી મેસેજની ટ્રેસબિલિટી સારી થશે અને ફેક લિંક અને છેતરપિંડીવાળા મેસેજને ટ્રેક અને બ્લોક કરવા સરળ થશે.

No description available.

કેમ ટાળી ડેડલાઈન?
જોકે, આ નિયમ પહેલા 1 ડિસેમ્બર 2024થી લાગૂ થનાર હતો, પરંતુ તૈયારીઓની કમીના કારણે તેણે હવે 11 ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. TRAI એ ટેલીમોર્કેટર્સ અને ઈન્સીટૂશન્સને આદેશ આપ્યો છે કે તે જલ્દીથી જલ્દી તમારી નંબર સીરિઝને અપડેટ કરો.

કેવી રીતે કામ કરશે આ નિયમ?
નવા નિયમના અમલમાં આવ્યા પછી માન્ય શ્રેણી વિનાના મેસેજો આપમેળે નકારી દેવામાં આવશે. બેંકો, કંપનીઓ અથવા અન્ય ટેલીમાર્કેટર્સ બનીને મોકલવામાં આવેલા નકલી  મેસેજ હવે સફળ થશે નહીં. એટલું જ નહીં, તેનાથી સ્પેમ કોલ્સ અને છેતરપિંડીવાળા મેસેજ મારફતે થનાર છેતરપિંડીને ઓછી કરવામાં મદદ મળશે.

સાઈબર ઠગ ઘણીવાર ફેક લિંક અને મેસેજ મારફતે ભોળા લોકોને ટાર્ગેટ કરે છે. તે પોતાની જાતને બેંક અધિકારી યા ટેલીમાર્કેટર જણાવીને પર્સનલ ડિટેલ્સ ચોરવાની કોશિશ કરે છે. એવામાં ટ્રાઈનો આ નિયમ એવા સ્કેમર્સ પર અંકુશ લગાવવામાં મદદ કરશે. એટલું જ નહીં આ નિયમ આવવાથી તમને કોઈ પણ ફેક OTP પણ આવશે નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news