Jio ના ટોપ 3 બેસ્ટ સેલર પ્લાન, 168GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગની મજા

 રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના યૂઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે. પ્લાનના લાંબા લિસ્ટ વચ્ચે જીયોના પોર્ટફોલિયોમાં કેટલાક એવા પ્લાન છે, જેને યૂઝર સૌથી વધુ પસંદ કરે છે.

Jio ના ટોપ 3 બેસ્ટ સેલર પ્લાન, 168GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગની મજા

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના યૂઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે. પ્લાનના લાંબા લિસ્ટ વચ્ચે જીયોના પોર્ટફોલિયોમાં કેટલાક એવા પ્લાન છે, જેને યૂઝર સૌથી વધુ પસંદ કરે છે. આ પ્લાન કંપનીના બેસ્ટ સેલિંગ પ્લાન છે. આ પ્લાનમાં 168જીબી સુધી ડેટાની સાથે ફ્રી એસએમએસ અને કોલિંગ બેનિફિટ આપવામાં આવે છે. આવો જાણીએ વિગત..

જીયોનો 199 રૂપિયાવાળો બેસ્ટ સેલર પ્લાન
28 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી હિસાબથી કુલ 42 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં કંપની દેશભરમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિડેટ કોલિંગની સુવિધા આપી રહી છે. સાથે દરરોજ 100 એસએમએસ અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. 

જીયોનો 555 રૂપિયાવાળો બેસ્ટ પ્લાન
આ પ્લાનમાં કંપની દરરોજ 1.5 જીબી ડેટાના હિસાબથી કુલ 126 જીબી ડેટા આપી રહી છે. પ્લાનની વેલિડિટી 84 દિવસ છે અને દેશભરમાં કોઈપણ નેટવર્ક માટે ફ્રી કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં પણ દરરોજ ફ્રી એસએમએસ અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

જીયોનો 599 રૂપિયાવાળો પ્લાન, 168GB ડેટા
રિલાયન્સ જીયોના 599 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે જીયોના આ પ્લાનમાં યૂઝર્સને ટોટલ 168GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પ્લાનમાં આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news