OnePlus એ જાહેર કરી નવા ટેબ્લેટની કિંમત, આ રીતે મેળવો 7 હજાર સુધીનો ડિસ્કાઉન્ટ!
Oneplus Pad: OnePlus એ તેના નવા પેડની કિંમત જાહેર કરી છે. તમે બે સ્ટોરેજ વેરિઅન્ટમાં વનપ્લસ પેડ ખરીદી શકશો.
Trending Photos
Oneplus Pad Price: વનપ્લસે ફેબ્રુઆરીમાં તેનું પેડ રજૂ કર્યું હતું. આજે કંપનીએ તેની કિંમત પણ જાહેર કરી છે. ગ્રાહકો આ પેડને એમેઝોન અને વનપ્લસની સત્તાવાર વેબસાઇટ દ્વારા બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકશે. વનપ્લસ પેડ માટે પ્રી-ઓર્ડર 28 એપ્રિલથી શરૂ થશે.
આ પણ વાંચો:
મોદી' અટક બદનક્ષી કેસ: રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર HC ના જસ્ટિસે આપ્યો આ જવાબ
ગુજરાતના ગૃહમંત્રીએ માંગી માફી, એવું તો શું થયું કે સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં આવતા.
ગુજરાતનાં પૂર્વ મંત્રીઓને નથી ગયો સરકારી બંગલાનો પ્રેમ! નવી સરકારના મંત્રીઓને હવે...
કિંમત
Oneplus પેડના 8/128GB વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે જ્યારે તમે 12/256GB વેરિઅન્ટ 39,999 રૂપિયામાં ખરીદી શકશો. તમે ફક્ત લીલા રંગમાં જ પેડ ઓર્ડર કરી શકશો. આ પેડ પર ICICI બેંકના ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે OnePlus વેબસાઇટ પર 5,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે.
સ્પેક્સ
સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, તમને 11.61-ઇંચની LCD ડિસ્પ્લે મળશે જે 144hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. પેડમાં, તમને MediaTek Dimensity 9000 chipset, 9510 mAh બેટરી અને OxygenOS 13.1નો સપોર્ટ મળશે. આમાં તમને 8MP રિયર કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા મળશે. પેડમાં તમે કીબોર્ડ અને પેન કનેક્ટ કરી શકશો. OnePlusના મેગ્નેટિક કીબોર્ડની કિંમત 7,999 રૂપિયા છે જ્યારે તમે 4,999 રૂપિયામાં વ્હાઇટ સ્ટાઈલસ પેન ખરીદી શકશો.
આ પણ વાંચો:
વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી
સ્કૂલ, કોલેજમાં ઘણી વાર ફેલ, 32 નોકરીઓમાં રિજેક્ટ, બનાવી એક અબજ ડોલરની કંપની
KKR vs RCB: સતત ચાર મેચ હાર્યા બાદ કોલકત્તાને મળી જીત, બેંગલોરને 21 રને પરાજય આપ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે