Work From Home માટે Jioએ આપી વધુ એક ધમાકેદાર ઓફર
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Coronavirus) તેજીથી ફેલાઈ રહ્યું છે. આવામાં સરકારે સાવધાની રાખવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન (Lockdown) જાહેર કરી દીધું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક દિવસો પહેલા પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ (Work From Home) ની સુવિધા આપી દીધી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કંપનીઓની આવું કરવાનો આગ્રહ કર્યો છે.
નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાએ રસ્તા પર નીકળીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું
અત્યાર સુધી મોટાભાગના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. આવામાં સૌથી મોટી સમસ્યા ઈન્ટરનેટ સ્પીડ અને ડેટા પ્લાનની થઈ રહી છે. જેને જોતા અનેક ટેલિકોમ કંપનીઓએ હાલમાં જ પોતાના ડેટા પ્લાનમાં મોટા ચેન્જિસ કર્યાં છે. હવે રિલાયન્સ જિયો (Reliance Jio)એ વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓ માટે એક ખાસ ઓફરની જાહેરાત કરી છે.
કોરોના મુદ્દે નીતિન ગડકરીની જાહેરાત, નેશનલ હાઈવે પર નહિ વસૂલાય ટોલ
રિલાયન્સ જિયો ફાયબર બ્રોડબેન્ડ પર વગર કોઈ સર્વિસ ચાર્જના બેઝિક જિયો ફાઈબર (Jio Fiber) ની સુવિધા આપશે. આ કનેક્ટિવિટી ઓફરમાં યુઝર્સને 10MBPS ની સ્પીડ મળશે. જિયોએ વધુ એક પગલુ ભર્યું છે કે, દેશમાં આ સમયે જેટલા જૂના જિયો ફાઈબર યુઝર્સ છે, હવે તેઓને હાલના પ્લાનમાં બે ગણો ડેટા મળશે. આવુ એટલા માટે કે વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીઓ વગર કોઈ તકલીફ કામ કરી શકે.
તમને જણાવી દઈએ કે, જિયો ફાઈબરનું બેઝિક કનેક્શન સમગ્ર રીતે ફ્રી હશે. પરંતુ તેમાં લાગનારા રાઉટરની ચૂકવણી ગ્રાહકે કરવાની રહેશે. તેમાં એ ધ્યાન રાખવાનું રહેશે કે રાઉટરનું લધુત્તમ રિફંડેબલ ડિપોઝીટની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે.
કોરોના સામે લડવા ગુજરાતના શિક્ષકો આપશે એક દિવસનો પગાર
રિલાયન્સ જિયોએ નવું વર્ક ફ્રોમ હોમ પ્લાન રજૂ કર્યું છે. આ પ્લાન કંપની 251 રૂપિયામાં આપી રહી છે, જેમાં કંપની 51 દિવસો માટે યુઝર્સને પ્રતિ દિવસ 2 જીબી ડેટા ઓફર કરી રહી છે. જિયોના નવા પ્રિપેડ પ્લાન કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર 251 રૂપિયાનું વર્ક ફ્રોમ હોમ પેકના નામથી લિસ્ટ કરાયેલું છે. રિલાયન્સ જિયોએ પહેલા આ પ્લાન ક્રિકેટ પેકના નામથી લિસ્ટ કર્યું હતું. જેમાં કંપની 51 દિવસો માટે યુઝર્સને પ્રતિદિન 2 જીબી ડેટા ઓફર કરતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે