Signal ને મનમૂકીને કરવામાં આવી રહ્યું છે Download, WhatsApp Group આ રીતે કરો Transfer
પ્રાપ્ત જાણકારી અનુસાર તમારે પહેલાં Signal માં એક નવું ગ્રુપ બનાવવું પડશે. હવે આ ગ્રુપના સેટિંગ્સમાં જઇને ગ્રુપ લિંક્સ પર ક્લિક કરવું પડશે. ગ્રુપ લિંક ઓન કરો અને પોતાના જૂના WhatsApp Group માં શેર કરો.
Trending Photos
નવી દિલ્હી: આખી દુનિયામાં WhatsApp ની નવી Privacy Policy ના વિરૂદ્ધ લોકોનો ગુસ્સો ઓછો થઇ રહ્યો નથી. આ દરમિયાન મેસેજિંગ એપ Signal ખૂબ પોપુલર થવા લાગ્યું છે. પરંતુ ઘણા યૂઝર્સને પોતાના WhatsApp Groups ને Signal માં ટ્રાંસફર કરવાની રીત ખબર નથી. અહીં જાણો કેવી રીતે પોતાના Whatsapp Group ને Signal માં ટ્રાંસફર...
પહેલાં જાણી લો શું છે Signal App
Signal App પણ WhatsApp ની માફક જ મેસેજિંગ એપ છે. આ એપની ખાસ વાત એ છે કે તેમાં તમામ મેસેજ end to end encrypted થાય છે. એટલે કે ફક્ત Sender અને Reciever મેસેજ જોઇ શકો છો. કોઇપણ બીજી વ્યક્તિ મેસેજ જોઇ ન શકે. WhatsApp ની માફક આ એપમાં પણ ફોટો, વોઇસ કોલ, વીડિયો કોલ અને ફાઇલ ટ્રાંસફરની સુવિધા મળે છે.
કેવી રીતે ટ્રાંસફર કરશો WhatsApp Groups
પ્રાપ્ત જાણકારી અનુસાર તમારે પહેલાં Signal માં એક નવું ગ્રુપ બનાવવું પડશે. હવે આ ગ્રુપના સેટિંગ્સમાં જઇને ગ્રુપ લિંક્સ પર ક્લિક કરવું પડશે. ગ્રુપ લિંક ઓન કરો અને પોતાના જૂના WhatsApp Group માં શેર કરો.
શેર કરવામાં આવેલી લિંકને ક્લિક કરતાં જ ગ્રુપમાં મેંબર સીધા Signal Group સાથે જોડાઇ શકો છો. આ દરમિયાન Signal એ ભારતમાં યૂઝર્સને પ્રોત્સાહન આપવા માટે ઘણા નવા ફીચર્સ શરૂ કરવા જઇ રહી છે.
આ દરમિયાન સમાચાર છે કે WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસી (Privacy Policy) નો વિરોધી ચાલુ છે. લોકોની અંગત જાણકારી જોરદારી લેવાનો નવો નિર્ણય WhatsApp ને ભારે પડવા લાગી છે. ફક્ત સામાન્ય યૂઝર્સ નહી પરંતુ ઘણી મોટી કંપનીઓના CEO અને Business Tycoons પણ આ મેસેજિંગ પ્લેટફોર્મ (Messaging Platform) ને છોડીને બીજી એપ સિલેક્ટ કરવા લાગ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પેમેન્ટ ગેટવે એપ PhonePe ના સીઇઓ સહિત કંપનીના 1000થી વધુ કર્મકહરીઓને પોતાના મોબાઇલથી WhatsApp હટાવી દીધી છે. હવે આ કર્મચારી પોતાના તમામ કાર્યો માટે Signal યૂઝ કરવામાં લાગ્યા છે. કંપનીના સીઇઓ સમીર નિગમ (PhonePe CEO Sameer Nigam) એ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે