ત્રણ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય, ગાંધીનગરમાં આઝાદી બાદ પ્રથમવાર ચાખ્યો જીતનો સ્વાદ
ગુજરાતમાં ત્રણ તાલુકા પંચાયતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ભાજપે ત્રણેય તાલુકા પંચાયત કબજે કરી છે. ગાંધીનગર, કઠલાલ અને કપડવંજમાં ભાજપની જીત થઈ છે.
Trending Photos
ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, આ પરિણામમાં સત્તાધારી ભાજપે પ્રચંડ જીત મેળવી છે અને વિપક્ષના સુપડા સાફ કરી નાંખ્યા...માત્ર સુપડા સાફ કર્યા એટલું જ નહીં અનેક રેકોર્ડ અને કેટલીક જગ્યાએ તો ઈતિહાસમાં પહેલી જીત પણ નોંધાવી છે...સૌથી પહેલા વાત કરીએ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામની...ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે શું નોંધાયો રેકોર્ડ અને ક્યાં થયો મેજર અપસેટ?...જુઓ આ અહેવાલમાં.....
3 તાલુકા પંચાયતની ચૂંટણી, ત્રણેય પર 'ભગવો'
કોંગ્રેસનો કરુણ રકાસ, ભાજપની ભવ્ય વિજય
વિપક્ષના ડબ્બા ડૂલ થઈ જાય તેવી ઐતિહાસિક જીત
દિલ્લીની માફક પાટનગરમાં પણ હવે ભાજપનો કબજો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે તે કલ્પના બહારના છે. ભાજપની જે જીત થઈ છે તે ઐતિહાસિક જ નહીં પરંતુ જાણે આંધી આવી....અને આ આંધીમાં વિપક્ષ ક્યાં ખોવાઈ ગયું તે સમજી શકાય તેમ નથી...રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા OBC અનામત સાથે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે જે પ્રદર્શન કર્યું છે તે અકલ્પનીય છે....ત્રણ તાલુકા પંચાયત, ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ...આ ત્રણેયમાં ભાજપે સત્તા મેળવી છે...જ્યારે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે.
કઈ તાલુકા પંચાયતમાં ભગવો?
ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ
ત્રણેયમાં ભાજપે સત્તા મેળવી
કોંગ્રેસ અને AAPના સુપડા થયા સાફ
ભાજપની ગુજરાતમાં વર્ષોથી સત્તા છે, પરંતુ પાટનગર ગાંધીનગરમાં ભાજપ સત્તા મેળવી શકતું ન હતું...ગાંધીનગર મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત...ક્યારેય ભાજપ જીતી શકતું નહતું...પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે સૌથી પહેલા જીત મેળવી...ત્યારપછી હવે ગાંધીનગર તાલુકા પંચાયતમાં પણ આઝાદી પછી પહેલી વખત ભાજપે જીત મેળવી છે...દિલ્લીમાં થોડા સમય પહેલા જે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા...અને તેમાં દેશમાં શાસન કરનારી ભાજપ દિલ્લીમાં સત્તાથી બહાર હતી...પરંતુ હવે રાજધાનીમાં પણ ભાજપે સત્તા મેળવી લીધી...તે જ રીતે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં પહેલા મહાનગરપાલિકા અને હવે તાલુકા પંચાયત પણ કબજે કરી લીધી......
ગાંધીનગરમાં ઐતિહાસિક જીત
ગાંધીનગર મનપા તાલુકા પંચાયત ભાજપે ક્યારેય જીત્યું નહતું
મહાનગરપાલિકામાં ભાજપે સૌથી પહેલા જીત મેળવી
હવે ગાંધીનગર તાલુકા પંચાયતમાં આઝાદી પછી પહેલી વખત જીત
ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે અને કોંગ્રેસને ગોતીએ તોય જડે તેમ નથી....ભાજપના મજબૂત નેતૃત્વ અને કાર્યકરોના અથાગ પ્રયાસના પરિણામથી ભવ્યતિ ભવ્ય વિજય થયો છે...ગાંધીનગરની સાથે કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયત પણ ભાજપે કબજે કરી છે....ભાજપની પ્રચંડ જીત અને કોંગ્રેસનો કરુણ રકાસ...આ પરિણામોથી કોંગ્રેસને વિચારણામાં મુકી દીધી છે...કોંગ્રેસના મોટા નેતાઓએ હવે વિચારવું પડશે કે કેમ હાર પછી હારનો સ્વાદ ચાખવો પડી રહ્યો છે?...ક્યાં ખામી રહી જાય છે તે શોધવું પડશે...માત્ર સત્તા પક્ષ પર આક્ષેપોનો મારો કરવાથી કંઈ થતું નથી...જમીન પર કામ કરવું પડે છે અને તે ભાજપે આ જીત સાથે બતાવી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે